• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

પચ્છમ વિસ્તારમાં અપુરતી વીજળી અપાતાં ખેતીને મોટું નુકસાન

સુમરાપોર, તા. 26 : સરહદી પચ્છમ વિસ્તારમાં ખેતીવાડી માટે દિવસના ભાગે 6થી 7 કલાક વીજળી આપવાના કારણે ખેતીના પાકને મોટી નુકસાની થઈ રહી છે. આ પંથકમાં ઘણા વિસ્તારમાં લોકો સુકી ખેતી પર આધારિત છે પરંતુ હવે પાણીના તળ ઊંચા આવ્યાના કારણે કુવાઓ, બોર, વાવનું ઘણા ગામોમાં નિર્માણ થયું છે જેથી હવે લોકો પિયતની ખેતી તરફ વળ્યા છે. આ પંથકના ધોરાવર, સીમરીવાંઢ, રબવીરી, તુગા, જામકુનરિયા, જુણા, દેઢિયા, રતડિયા વગેરે ગામોમાં સારી એવી પિયતવાળી ખેતી થઈ રહી છે. જેમાં સારો પાક લેહરાઈ રહ્યો છે. શિયાળુ પાકનું પણ વાવેતર થઈ ચૂક્યુ છે. ત્યારે આઠ કલાક વીજળીને બદલે દિવસ દરમ્યાન 6થી 7 કલામ માંડ વિદ્યુત પુરવઠો આપવામાં આવે છે. એવું ખેડૂત અગ્રણી અને ધોરાવર ગ્રા.પં.ના સરપંચ સમા હાજી અલાના હાજી હસનએ જણાવ્યું છે. છ-સાત કલાકમાં પણ વીજ પુરવઠામાં વીજ ધાંધિયાના કારણે લાઈટના વારંવાર આવન-જાવનથી મોટરો બળી જવાના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. મોટરો બળી જવાના બનાવો રોજિંદા બનતા ખેડ્રતો ચિંચિત બન્યા છે. પાકને સમયસર પણી નહીં મળવાના કારણે ખેતીની મોટું નુકસાન થઈ રહ્યું છે તેવું ખેડૂતોએ ફરિયાદ કરતા જણાવ્યું છે. ખેડૂતોને આઠ કલાક પુરવઠો અપાય અને વીજ ધાંધિયામાંથી મુક્તિ મળે તેવી ભારપૂર્વક રજૂઆત ધરતીપુત્રો કરી રહ્યા છે. 

Panchang

dd