• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

બંધારણનાં મૂલ્યોને જાળવવાં નાગરિકોની પવિત્ર ફરજ

ભુજ, તા. 26 : આઝાદી બાદ ડો. બાબાસાહેબ આંબેડકરે ભારતનું બંધારણ તૈયાર કરી 26 નવેમ્બર 1949ના બંધારણ સભાને સુપરત કરેલું હતું. બે વર્ષ 11 મહિના તથા 18 દિવસના સમયગાળામાં તૈયાર થયેલા વિશ્વના સૌથી લાંબા હસ્તલિખિત ભારતના બંધારણનો અમલ 26 જાન્યુઆરી, 1950ના કરાયો હતો. આજે 76મા બંધારણ દિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ સ્થળોએ ઉજવણી કરાઇ હતી. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. - બંધારણીય મૂલ્યો પર ગોષ્ઠિ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના કાયદા વિભાગ દ્વારા યુનિવર્સિટીના સંત મેકરણ દાદા ભવન ઈ-બ્લોક ખાતે `સંવિધાન દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.  યુનિવર્સિટીના કુલપતિ ડો.મોહન પટેલ અને કુલસચિવ ડો. અનિલ ગોરની પ્રેરણાથી  કાયદા વિભાગના ડીન અને હેડ  ડો. જયદીપાસિંહ ગોહિલ, ફેકલ્ટી સભ્યો ડો. પૃથ્વીરાજાસિંહ જાડેજા અને વંદના શર્માના માર્ગદર્શન અને સહયોગ રહ્યા હતા. કાયદા વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન તથા કાયદા વિભાગના ફેકલ્ટી વંદના શર્મા દ્વારા બંધારણના મૂલ્યો જાળવવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. - સંવિધાન નિર્વાહના શપથ લેવાયા : ભુજમાં કચ્છ કામદાર કલ્યાણ સંઘ દ્વારા સંઘ કાર્યાલયે સંસ્થા અધ્યક્ષ રૂપમ વરુની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. સંસ્થાના કન્વીનર હસમતખાન પઠાણે સંવિધાન નિર્વાહના શપથ લેવડાવ્યા હતા. બેઠકમાં યુનિયન પદાધિકારીઓ અશ્વિન જાની, ભરત સંઘવી, લતીફ ખલીફા, દીપ રાઠોડ એડવોકેટ અને યુનિયન લીગલ એડવાઈઝર શાંતિલાલભાઇ રાઠોડ એડવોકેટ, પરેશ મકવાણા, અનિરુદ્ધસિંહ ગોહિલ, રોબિન શાહ, અનુપ કોટક ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મુંજાલ જાનીએ તથા આભારવિધિ અતુલભાઇ પાઠકએ કરી હતી. - સંવિધાનની પ્રસ્તાવનાનું વાંચન : અંજાર તાલુકાના કોટડા ખાતે ઓલ ઇન્ડિયા એસ.સી., એસ.ટી, ઓબીસી, માયનોરિટીસ મહાસંઘ તરફથી ભારતીય સંવિધાનના શિલ્પકાર ડો. બાબાસાહેબ આંબેડકરને વંદન કરાયા હતા. સરપંચ મ્યાજરભાઇ શામળિયા, કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ ખેમચંદ ઉર્ફે હમીરભાઇ શામળિયા, હીરાભાઇ શામળિયા, ભારમલભાઇ શામળિયા, મંગાભાઇ શામળિયા, અરવિંદભાઇ કાગી, વાસુબેન લોચા, વર્ષાબેન કાગી, જશીબેન લોચા સહિત કાર્યકર્તાઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. - મૂળભૂત અધિકારો તથા ફરજોની માહિતી અપાઇ : નિરોણા ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ તથા હારારોપણ કરાયું હતું. કાર્યક્રમમાં નિરોણા ગ્રામ પંચાયતના સરપંચ એન.ટી. આહીર, તલાટી ધ્રુવીબેન, નિરોણા હાઇસ્કૂલના આચાર્ય વિષ્ણુભાઇ  ચૌધરી, વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઇ જાની સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. સરપંચ શ્રી આહીરે જણાવ્યું હતું કે, `ભારતીય સંવિધાન માત્ર કાનૂની દસ્તાવેજ નહીં, પરંતુ દેશના દરેક નાકરિક માટે માર્ગદર્શક ગ્રંથ છે. - સંવિધાનનું પૂજન કરાયું : રાપરમાં ન્યાયાલય નજીક આવેલી બંધારણના ઘડવૈયા ડોકટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતનાં પ્રમુખ જનકસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ કેશરબેન બગડા, નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર સહિત રાજકીય, સામાજિક આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાનનું પૂજન કર્યું હતું. તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઇ દૈયા, શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા, પૂર્વ નગરાધ્યક્ષ હઠુભા સોઢા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા, ડોલરરાય ગોર, મેમાભાઇ ચૌહાણ, કૌશિક બગડા, કિશોર મહેશ્વરી, મહેન્દ્રસિંહ વાઘેલા, મદુભા વાઘેલા, વિનુભાઇ થાનકી, પ્રદીપાસિંહ સોઢા, ભૂપતસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. - અંજારમાં ઉજવણી : અંજાર શહેર તથા તાલુકા અનુસુચિત જાતિ વકીલ મંડળ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેવળિયા નાકા પાસે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર હારારોપણ  કરી બંધારણાના ઘડવૈયા દ્વારા કરાયેલાં કાર્યને યાદ કરાયાં હતાં. વકીલ મંડળના  પ્રમુખ  લાલજીભાઈ મહેશ્વરી તથા સભ્ય વિજયભાઈ ફુફલ, વિનોદભાઈ મહેશ્વરી, વિજય દાફડા, મેહુલ શ્રીમાળી, જખુભાઈ ફુફલ, કમલેશ માતંગ તથા અંજાર વકીલ મંડળના સભ્ય સાદિક રાયમા સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તો નગરપાલિકા દ્વારા હારારોપણ કાર્યક્રમ યોજાયો હતો. તો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનાં માર્ગદર્શન તળે સુધરાઈ પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષતા તળે સંવિધાનના વાંચન  અને પૂજન કરીને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંજાર તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ શેઠેએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યુ હતું. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, દંડક કલ્પનાબેન ગોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન શાસકપક્ષના નેતા નીલેશગિરિ  ગોસ્વામીએ અને આભારવિધિ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મયૂરભાઈ સિંધવે કરી હતી. આયોજનમાં મુખ્ય અધિકારી તુષારભાઈ ઝાલરિયાનાં માર્ગદર્શન તળે સ્ટાફગણે સહકાર આપ્યો હતો. - મુંદરા તાલુકા-શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચો : સંવિધાન દિવસ નિમિત્તે મુંદરા તા. પં. મધ્યે ડો. બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરી સંવિધાનનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે રમેશ મહેશ્વરી (પ્રભારીમુંદરા તાલુકા ભાજપ), મુંદરા શહેર પ્રમુખ અરાવિંદ પટેલ, પ્રણવ જોષી (શહેર પૂર્વ પ્રમુખ) હિરેન સાવલા (મહામંત્રી, શહેર) ધર્મગુરુ પચાણડાડા, મિતાલીબેન ધુઆ (ચેરમેન, મુંદરા નગરપાલિકા), પ્રેમજી ડુંગળિયા (પ્રમુખ, મુંદરા તા. સરપંચ સંગઠન), પ્રેમજી સોધમ (ચેરમેન, મુંદરા તા.  પં.), દિનેશ દાફડા (દંડકમુંદરા તા. પં.), શામજીભાઈ, કુલદીપ ધુઆ, ભોજરાજ ગઢવી (કા. ચેરમેન મુંદરા નગરપાલિકા), રાજીવ સુયેડિયા, નારણ મહેશ્વરી, ચાંદુભા જાડેજા (પ્રમુખમુંદરા તા. કિસાન મોરચા), રાજેશ સોધમ, મનોજ ગઢવી, શિવજી ઝાલા, મેઘજી સોધમ, તિલક ફફલ, વિક્રમ સોંધરા, આશાબેન ફફલ, હરેશ ગોહિલ, શક્તાસિંહ રાઠોડ, દેવેન્દ્ર યાજ્ઞિક, ભરત માલમ વિ. આગેવાનોએ હાજરી આપી હતી, મિતાલીબેને સંવિધાનનું વાંચન કર્યું હતું. સ્વાગત ડાયાલાલ ગોહિલ (પ્રમુખમુંદરા શહેર અનુસૂચિત જાતિ મોરચો) તથા કિશન મહેશ્વરી દ્વારા કરાયું હતું. આભારવિધિ હેમંત મહેશ્વરી (મહામંત્રી, મુંદરા તા. અનુસૂચિત જાતિ મોરચા) દ્વારા કરાઈ હતી. સંચાલન નીતિન દાફડાએ કર્યું હતું. 

Panchang

dd