• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

ગુજરાતના ઊર્વિલ પટેલની 31 દડામાં ઝંઝાવતી સદી

હૈદરાબાદ, તા. 26 : સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના પ્રારંભ સાથે જ સર્વિસીસ સામેની મેચમાં ગુજરાતના કેપ્ટન અને આઇપીએલ ટીમ સીએસકેના ફટકાબાજ-વિકેટકીપર ઉર્વિલ પટેલે 31 દડામાં ઝંઝાવતી સદી ફટકારી હતી. તેણે ભારત તરફથી ટી-20 ફોર્મેટમાં બીજી સૌથી ઝડપી સદી કરી હતી. અભિષેક શર્મા અને ઉર્વિલ પટેલ જ સંયુક્ત રૂપે પહેલા સ્થાને છે. તેમણે 28-28 દડામાં સદી કરી છે. ઉર્વિલ પટેલ 37 દડામાં 12 ચોગ્ગા અને 10 છગ્ગાથી 119 રને અણનમ રહ્યો હતો. પહેલા બેટિંગ કરનાર સર્વિસીસ ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન કર્યા હતા. જવાબમાં ગુજરાત ટીમે 12.2 ઓવરમાં જ બે વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઉર્વિલની આતશી સદી ઉપરાંત આર્ય દેસાઇએ 3પ દડામાં 60 રન કર્યા હતા. 

Panchang

dd