• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

દુબઈમાં તેજસ અકસ્માતથી ભારતની ક્ષમતા સામે સવાલ

દુબઈમાં યોજાયેલા એર-શો દરમ્યાન ભારતીય બનાવટનાં ફાઈટર વિમાન તેજસને નડેલા ગમખ્વાર અકસ્માતે દેશના સ્વદેશી શત્ર ઉત્પાદનના મંત્રને મોટો આંચકો આપ્યો છે. શુક્રવારે આ પ્રતિષ્ઠિત એર-શોમાં ભારતનાં આ વિમાનનું હવાઈ  ડેમોન્સ્ટ્રેશન થઈ  રહ્યંy હતું ત્યારે તેજસ અચાનક નિયંત્રણ બહાર થયું હતું અને તૂટી પડ્યું હતું. આ કમનસીબ બનાવમાં વાયુસેનાના કાબેલ ટેસ્ટ પાઈલટનો જીવ પણ ગયો હતો.  આ બનાવે ભારતના શત્રોનાં ઘરઆંગણે વિકાસ અને ઉત્પાદનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેટકની સામે ગંભીર સવાલ ખડા કર્યા છે. આજે દુનિયામાં જંગ માટે હવાઈ તાકાત વિસ્તારવા પર સતત ધ્યાન અપાઈ રહ્યંy છે ત્યારે ભારતે 4.પમી  પેઢીના મલ્ટિ રોલ કોમ્બેટ વિમાન તેજસ વિકસાવ્યું છે. વર્ષોની મહેનત અને વિલંબ બાદ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા આખરે તૈયાર થયેલાં તેજસને હવાઈ સલામતી, જમીન પર હુમલા અને નજીકના હવાઈ જંગની ક્ષમતા સજ્જ કરાઈ છે. ભારે હળવા અને નાનું કદ હોવાને લીધે તેજસ હવામાં અનોખી ઝડપ અને સચોટ ઉડ્ડયન કરી શકે છે.  ઉલ્લેખનીય છે કે, આ વિમાનમાં તેના પાઈલટની સલામતી માટે ખાસ જીરો જીરો ઈજેક્શન સીટ લગાવાઈ છે. સાવ નીચેનાં સ્તર સુધી પાઈલટને કટોકટીમાં વિમાન છોડવામાં મદદ કરી શકે છે. આ ખાસિયત આધુનિક વિમાનોમાં હવે અનિવાર્ય બની ગઈ  છે. તેજસમાં આ બધી  ખૂબીઓ હોવા છતાં તેને અકસ્માત નડયો તે બાબત ચોંકાવી મૂકે તેવી છે. વળી તેના પઈલટ પણ છેલ્લી ઘડીએ પોતાનો બચાવ કરી શક્યા નહીં તે પણ ભારે ચિંતા જગાવે તેવી હકીકત છે.  આમ આ અકસ્માતે સંખ્યાબંધ સવાલો ખડા કર્યા છે જેના જવાબ શોધવા માટે ઝીણવટભરી તપાસ અનિવાર્ય બની છે.  વળી તેજસનો આ પ્રથમ અકસ્માત ન હતો. આ અગાઉ માર્ચ-2024માં પણ જેસલમેરમાં આ વિમાન પરીક્ષણ દરમ્યાન તૂટી પડયું હતું. જો કે, સદ્નસીબે તે અકસ્માતમાં પાઈલટનો બચાવ થયો હતો. હવે બે  વિમાન અકસ્માતને લીધે તેનાં કારણોની વિગતે તપાસ થવી જોઈએ. વળી એ પણ તપાસ થવી  જોઈએ કે, આ બન્ને અકસ્માતો કોઈ યોગાનુયોગ હતા કે તેમાં કોઈ કાવતરાંએ કામ કર્યું હતું તેની તપાસ થવી જોઈએ.  છેલ્લા થોડા સમયથી તેજસને લીધે ચીન અને પાકિસ્તાન જેવા દેશોના પેટમાં તેલ રેડાયું છે. આ વિમાનથી ચીનના ફાઈટર વિમાનો ઝાંખા પડી રહ્યાં હોવાની પણ ચર્ચા ચાલતી હતી.  આવામાં આ અકસ્માતની પાછળ કોઈ ભાંગફોડ કે કાવતરું હોવાની શંકાની પણ તપાસ થવી જોઈએ. વળી જો વિમાનમાં ખરેખર કોઈ ટેકનિકલ ખામી હોય તો પણ તેને શોધવાની તાકીદની જરૂરત છે. દુબઈ એર-શોમાં થયેલા અકસ્માતે વિશ્વમંચ પર ભારતની ક્ષમતા સામે સવાલ ખડા કર્યા છે અને ભવિષ્યમાં આ વિમાનો અન્ય દેશોને વેચવાની શક્યતા સામે પણ જોખમ સર્જાયું છે. મહત્ત્વની બાબત એ છે કે, ભારતે તેના ફાઈટર વિમાનોની ઘટના ઉકેલ રૂપે તેજસ વિમાનોની ખરીદીનો મોટો ઓર્ડર એચએએલને આપેલો છે. જો વિમાન સલામત ન હોય તો દેશની સલામતી કઈ રીતે શક્ય બની શકે.  વળી આ અકસ્માત તેજસનાં ઉત્પાદનને થંભાવી દે એવા સંજોગો ઊભા થાય તો તે ભારતીય હવાઈ સલામતી માટે વધુ ગંભીર પડકાર સમાન બની રહે તેમ છે. એચએએલે તેજસ વિમાનની આ કસોટીનો ઝડપભેર શોધવો રહ્યો.  

Panchang

dd