• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામ : યુવતીની હત્યા પ્રકરણે શખ્સની મધ્યપ્રદેશથી ઘરપકડ

ગાંધીધામ, તા. 31: શહેરના ભારતનગર નજીક જનતા કોલોની સોનલનગર વિસ્તારમાં ઘરમાંથી મળેલી મિનાક્ષી પરિહાર નામની યુવતીની હત્યા પ્રકરણે પોલીસે આરોપીને પકડી પાડયો હતે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રહીને ખાનગી નોકરી કરતી મિનાક્ષી નામની મધ્યપ્રદેશની યુવતીની લાશ મળી આવી હતી. શંકાસ્પદ મોતના આ બનાવમાં તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવતા તેના પિતા લાલસિંહએ ગૌરવ નામના શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણની તપાસ કરતી પોલીસે યુવતી સાથે રહેતા મૂળ મધ્યપ્રદેશના ગૌરવ ખ્યાલસિંઘ પટલેને મધ્યપ્રદેશથી પકડી પાડયો હતો. આ શખ્સ પોતાની પ્રેમિકાના ચારિત્ર્ય ઉપર શંકા રાખી પટ્ટા વડે ગળુ દબાવી ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી હતી અને બાદમાં તે ત્યાંથી નાસી છુટયો હતો આ શખ્સને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Panchang

dd