• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

સચિનના રેકોર્ડથી વૈભવ સહેજમાં છેટો રહ્યો

બેંગ્લુરુ, તા. 31 : પ્રતિભાશાળી 1પ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ભારતના ઘરેલુ ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે. દુલિપ ટ્રોફીની સેમિ ફાઇનલમાં સેન્ટ્રલ ઝોન વિરુદ્ધની મેચમાં ઇસ્ટ ઝોનના વૈભવ સૂર્યવંશીએ 81 દડામાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાથી 92 રનની ધુંઆધાર ઇનિંગ રમી વિક્રમ રચ્યા હતા. તે ફક્ત 8 રને સદી ચૂકી ગયો હતો. આથી તે મહાન સચિન તેંડુલકરના રેકોર્ડથી સહેજમાં છેટો રહી ગયો હતો. દુલિપ ટ્રોફીમાં સૌથી નાની ઉંમરે સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરનાં નામે છે. તેણે 1990માં 17 વર્ષ અને 262 દિવસની ઉંમરે આ પરાક્રમ કર્યું હતું. જો કે વૈભવે 42 દડામાં તેની અર્ધસદી પૂરી કરી હતી. જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની ફક્ત બીજી અર્ધસદી છે. વૈભવે 1પ વર્ષ અને 17 દિવસની ઉંમરે અર્ધસદી કરી હતી અને દુલિપ ટ્રોફીમાં સૌથી નાની વયે આ પરાક્રમ કરનારો બેટધર બની ગયો છે. તેણે લક્ષ્મણ સિંહનો પ7 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વંશ કર્યો છે. લક્ષ્મણ સિંહે 1969માં 16 વર્ષ અને 23 દિવસની વયે દુલિપ ટ્રોફીમાં અર્ધસદી કરી હતી.

Panchang

dd