મુંદરા, તા. 31 : મુન્દ્રામાં પોર્ટ વિસ્તાર
બહાર રહેલા એમ્પ્ટી કન્ટેનર યાર્ડના કોડ બંધ કરવાના વિરોધમાં શનિવારે મુન્દ્રા એમ્પ્ટી
કન્ટેનર યાર્ડ એસોસિએશન દ્વારા ટ્રાન્સપોર્ટરો અને વિવિધ સંગઠનો દ્વારા રેલી અને આવેદનપત્ર
અપાયા બાદ સોમવારથી ત્રણ દિવસ માટે ધરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે અન્ય
સંગઠનોએ પણ સમર્થન વ્યક્ત કર્યું છે. એમ્પ્ટી યાર્ડ એસો. ના પ્રમુખ હરશ્યામાસિંહ પરમારના
જણાવ્યા મુજબ, કંડલા મુન્દ્રા કન્ટેનર
ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન, કન્ટેનર શાપિંગ લાઈન એસોસિએશન
મુંબઈ, કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન એસો. ઓફ ઈન્ડિયા, મુન્દ્રા પોર્ટ શાપિંગ એજન્ટ એસો., મુન્દ્રા કસ્ટમ બ્રોકર
એસો., ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસો., ગાંધીધામ ચેમ્બર, મુન્દ્રા ચેમ્બર, ન્હાવાશેવા એમ્પ્ટી કન્ટેનર ડીપો એસો., મુન્દ્રા લોકલ
ટ્રાન્સપોર્ટ એસો. વગેરેએ તેમને સમર્થન વ્યક્ત કર્યું છે. કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ
વેલ્ફેર એસો.એ ટ્રેડ નોટિસ જારી કરીને પહેલી
સપ્ટેમ્બર મધ્ય રાત્રીથી મુન્દ્રામાં બધા જ કન્ટેનર ટ્રાન્સપોર્ટ કાર્યને સ્વૈચ્છિક
રીતે ઓફ રોડ - બંધ કરવા જણાવ્યું છે. આમ આગામી સમયમાં ટ્રાન્સપોર્ટ સંચાલન પણ અસરગ્રસ્ત
બનશે. દરમિયાન,આજે ધરણાના સ્થળે એમ્ટી એસો. ના સભ્યો ઉપરાંત જમીન
માલિકો, એમ્પ્ટી યાર્ડ માલિકો, સ્ટાફ,
ટ્રાન્સપોર્ટરો, વિવિધ રાજકીય પક્ષના મુન્દ્રા
તાલુકા અને શહેરના નેતાઓ, વિવિધ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં
તાલુકાવાસીઓ જોડાયા હતા.