• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

ધોરાવરના સીમાડામાં એક સાથે છ ગાયના મોતથી અરેરાટી

સુમરાપોર-પચ્છમ (તા. ભુજ), તા. 31 : તાલુકાના ધોરાવર ગામના સીમાડામાં રાત્રિના ભાગે ચરિયાણ માટે ગયેલા ધણ પૈકી છ ગાયના ભેદી મોતથી અરેરાટી ફેલાઇ છે. ગામના માલધારી સમા શકુર માણસીંગની ગાયો દરરોજ રાબેતા મુજબ રાત્રિના ભાગે સીમાડામાં ચરિયાણ અર્થે ગઇ હતી, પરંતુ આ ગાયો પરત ન ફરતાં માલિક દ્વારા સીમાડામાં શોધખોળ આદરવામાં આવતાં ગામથી થોડે દૂર છ ગાય ભેદી રીતે મોતને ભેટી હોવાનું માલૂમ પડયું હતું. સીમાડા કે ખેતરોમાં સંભવિત કોઇ પદાર્થ ખાધા બાદ અચાનક આ ગાયો મોતને ભેટી હોઇ શકે તેવો વસવસો માલધારીઓએ વ્યક્ત કર્યો હતો.

Panchang

dd