• મંગળવાર, 21 જુલાઈ, 2026

ભીરંડિયારા પાસે બોલેરોમાંથી પોષડેડા સાથે બે શખ્સ જબ્બે

ભુજ, તા. 20 : તાલુકાના ભીરંડિયારા ચેકપોસ્ટ પાસેથી બોલેરો ગાડીમાંથી માદક પદાર્થ પોષડેડા 478 ગ્રામ સાથે બે શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. ગઇકાલે રાતે ધોરડો પોલીસને બાતમી મળી હતી કે, ભુજની એક સફેદ બોલેરો નં. જી.જે.-12-સી.વી.-0993 માદક પદાર્થ પોષડેડા સાથે ખાવડા બાજુ આવે છે. આથી પોલીસે ભીરંડિયારા પોલીસ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી બાતમીવાળી ગાડી આવતાં તેમાં 478 ગ્રામ પોષડેડા કિં. રૂા. 7500, બોલેરો ગાડી કિં. રૂા. ત્રણ લાખ અને બે મોબાઇલ કિં. રૂા. 15000 એમ કુલે રૂા. 3,22,500ના મુદ્દામાલ સાથે ભગીરથરામ બુધારામ પુનિયા (રહે. જોધપુર બાજુ, રાજસ્થાન હાલે આર.ઇ. પાર્ક, ખાવડા) અને ભગીરથ રામેશ્વર બિશ્નોઇ (રહે. બિકાનેર બાજુ, રાજસ્થાન હાલે આર.ઇ. પાર્ક, ખાવડા)ને ધોરડો પોલીસે ઝડપી એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd