રાપર, તા.
20 : આજના ડિજિટલ અને સોશિયલ મીડિયા વચ્ચે પણ કચ્છમિત્રની વિશ્વસનીયતા અકબંધ હોવાની
લાગણી કચ્છમિત્રના 80મા સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત શુભેચ્છા સમારોહમાં રાપરના અગ્રીમ
વાચકો અને શુભેચ્છકોએ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે
કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી ઉમેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, આજે ડિજિટલ યુગમાં પણ સોના ચાંદીના ભાવો માટે વેપારીઓ અને ગ્રાહકો કચ્છમિત્રને
જ વિશ્વાસપાત્ર માને છે. કચ્છમિત્રમાં આવે તો જ સાચું એવી ભાવના વાચકોમાં હોવાથી સવારની
ચા સાથે કચ્છમિત્ર લોકોનાં દિલમાં વણાઈ ગયું છે. પીઢ રાજકીય અગ્રણી ડોલરરાય ગોર,
રાડાના પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલા, નગરપાલિકાના
પૂર્વ ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ
મુકેશભાઈ ઠક્કર, ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ અનોપાસિંહ વાઘેલા,
જૈન અગ્રણી કીર્તિ સી. મોરબીઆ, યુવા ધારાશાસ્ત્રી
અને શહેર ભાજપ મહામંત્રી મદુભા વાઘેલા, ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ
જાડેજાના પ્રતિનિધિ વિનુભાઈ થાનકી વગેરેએ કચ્છમિત્રના તટસ્થ અને નિષ્પક્ષ અહેવાલો અને
સ્વચ્છ વાંચન પીરસતી વૈવિધ્યપૂર્ણ પૂર્તિઓને લીધે આ હરિફાઈ અને મોબાઈલ - ઈન્ટરનેટના
યુગમાં પણ કચ્છમિત્રનું લોકહૃદયમાં સ્થાન કાયમ હોવાનું જણાવ્યું હતું. કચ્છમિત્રને
નવા આયામો સર કરવાની શુભકામનાઓ પાઠવી હતી. સરકારી હાઈસ્કૂલનાં પૂર્વ આચાર્ય અને પર્યાવરણપ્રેમી
યોગેશભાઈ જોશીએ ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ ચાલીસ કચ્છમિત્ર જૂનિયર તાલુકાની વિવિધ
શાળાઓમાં પહોંચાડવાનું જણાવ્યું હતું. શાબ્દિક આવકાર પ્રતિનિધિ ઘનશ્યામ મજીઠિયાએ આપ્યો
હતો, તો કચ્છમિત્રની 80 વર્ષની યાત્રાનો સંક્ષિપ્ત ચિતાર સૂર્યશંકર
ગોરે આપ્યો હતો. આભારવિધિ વસંતભાઈ મોરબિયાએ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ
ચાંદ ઠક્કર, સદસ્ય ભીખુભા સોઢા, વિજયગિરિ
ગોસ્વામી, ગુમાનાસિંહ સોઢા, ગ્રામ્ય સેવા
સંગઠનના શૈલેષભાઈ કોઠારી, એડવોકેટ ભૂપતાસિંહ વાઘેલા, કમલાસિંહ સોઢા, રત્નાભાઈ રબારી, પરબતભાઈ કારોત્રા, શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા,
પ્રદિપાસિંહ સોઢા, કાંતિલાલ ઠક્કર, આશિષ દરજી, હિરાગર ગોસ્વામી, નરેન્દ્ર
ઠક્કર, બાબુભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થામાં કચ્છમિત્રનાં
વિક્રેતા શામજીભાઈ કોલી, યશરાજાસિંહ જાડેજા, ધ્રુવીબેન વગેરે સહયોગી રહ્યા હતા. કેકના સહયોગી ભરત દાબેલી પરિવાર વતી વિનોદભાઈ
દાવડા રહ્યા હતા.