• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

જોગમૈયા માતાજી શક્તિપીઠ શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર

નેત્રા (તા. નખત્રાણા) તા. 15 : ભક્તોની અસીમ આસ્થા અને ચમત્કારોનું પવિત્ર ધામ ગણાતા નખત્રાણા તાલુકાના નેત્રા ગામે ડુંગર ઉપર જોગમૈયાનું મંદિર આવેલું છે. જગત જનનીના અહીં બેસણા છે. તેથી જ નેત્રા ગામ જિલ્લા ઉપરાંત દેશ-પરદેશમાં પ્રસિદ્ધ બન્યું છે. આ શક્તિપીઠ જોગમૈયાની શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર સમાન છે. ભક્તિ, આરાધના, ઉપાસનાનાં પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. મા જોગમૈયાનું પ્રાગટય સ્વયંભૂ છે. નેત્રા ગામ માતાજીનું ધામ છે. મંદિર પ્રાચીન છે. લોકવાયકા છે કે, અસુરનો વધ કરવામાં મા આશાપુર દેશદેવી પાછળ થયા ત્યારે રાક્ષસ આ ડુંગર પર છુપાયો હતો, જેથી મા આશાપુરાએ જોગ કરેલી અને જોગમૈયા તરીકે વિખ્યાત થયા. વાર્ષિક તિથિ પ્રસંગે ભાદરવા સુદ આઠમના ઉજવણી કરાય છે. આજુબાજુના ગામના લોકો પણ જોડાય છે. દેશ-પરદેશમાં વસતા નેત્રા ગામના ભાઈઓ પણ ઉજવણી કરે છે. ચૈત્ર નવરાત્રિએ ઉજવણી ચૈત્ર સુદ-8ના હવન યોજાય છે. આશ્વિન નવરાત્રિમાં માતાજીના સ્થાનકે મહિલાઓ દ્વારા ગરબી પણ યોજાય છે. નવેનવ દિવસ સાંજના 6થી 8 માતાજીના ગુણગાન સાથે ભાવપૂર્વક ભક્તિ કરવામાં આવે છે. દર્શન માટે ભાવિકોની ભારે ભીડ જામે છે. મા જોગમૈયા માતાજીનો મહિમા અનેરો છે. 1981મા માતાજીનો ઘંટ આપોઆપ ફરતો હતો. આ ઘંટ 1 માસ સુધી આપ મેળે ફરતો રહ્યો હતો. ગામેગામથી દર્શન માટે કતારો લાગતી હતી. નારાયણ સરોવર જાગીરના મહંત મધુસૂદન મહારાજ દ્વારા અહીં ત્રણ દિવસ સુધી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. નેત્રા જોગમૈયા માતાજીનું સ્થાનક છે. આ શક્તિપીઠ મંદિર ડુંગર પર હોવાથી દૂરથી પણ સોહામણું દૃશ્યમાન થાય છે  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd