• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ભુજના આઈના મહેલમાં પરંપરાગત ચામરવિધિ

ભુજ, તા.15 : શહેરના આઈના મહેલ ખાતે રાજ પરિવારની 450 વર્ષ જૂની પરંપરાને આગળ ધપાવતા રાજવી પરિવાર દ્વારા ચામરવિધિ કરવામાં આવી હતી. કચ્છમાં દર વર્ષે નવરાત્રિ દરમિયાન ચામરવિધિ કરી રાજવી પરિવારે 450 વર્ષ પરંપરાને જાળવી રાખી છે. કચ્છ રાજ પરિવારના હનવંતસિંહજીએ શહેરના આઈના મહેલ (દરબારગઢ) ખાતે ચામરવિધિ કરી હતી. આ તકે કૃપાલ મહારાજના મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ સંપન્ન થઈ હતી. રાજ પરિવારના પ્રતાપસિંહ, શાલિનીદેવી, અનિરૂધ્ધસિંહ, મેઘદીપસિંહની ઉપસ્થિતિમાં કચ્છની સાંસ્કૃતિક ઓળખ, ઐતિહાસિક વારસો અને પેઢી દર પેઢીએ જળવાતી પરંપરાઓના સંવર્ધનનો સંદેશો વહેતો કરાયો હતો. ચામરવિધિ પ્રસંગે રાજ પરિવારના સભ્યો ઉપરાંત નારાયણસિંહ જાડેજા, દેવરાજ ગઢવી, હરેશભાઈ જાડેજા, પબુભાઈ ગઢવી, કમલભાઈ ગઢવી, માતંગદેવ રાજતિલાટ, ભુજ પાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ તેમજ મનુભા જાડેજા, મહાવીરસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, કમલસિંહ ઠાકુર, ગજેન્દ્રસિંહ શેખાવત, પ્રતાપસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ વાઘેલા, અનિલ ત્રિવેદી, મુન્નાભાઈ, અજિતસિંહ જાડેજા, મિલાપ ગઢવી, મહિપતસિંહ સોઢા, ભગીરથસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ ઝાલા, પ્રદિપસિંહ વાઘેલા, હેમદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સુજાનસિંહ જાડેજા, ભરત રાઠોડ, નિમેશ સોની, હરવિજયસિંહ જાડેજા, પાર્થ રાવલ, હરદેવ રાવલ, રસિકબા કેસરિયા, રાજલ અયાચી, મોના ગજ્જર વગેરે હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd