• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

કચ્છ સહિત રાજયમાં વીજ સંકટના વાદળોથી ચિંતા

ગાંધીધામ, તા.15 : જિલ્લાના જુદા-જુદા વિસ્તારમાં અવારનવાર વીજપુરવઠો ખોરવાતા હોવાની અનેક ફરીયાદો વચ્ચે કચ્છ સહિત રાજયમાં વીજ સંકટ ના વાદળો ધેરાયા હોવાના અહેવાલ સાંપડયા હતા.આગામી દિવસોમાં સ્થિતિ ન સુધરી તો આગામી તહેવારોના સમયમાં અંધકાર  ફેલાવાની ભીતી સેવાઈ રહી છે. અબલત આ અંગે સતાવાર વિગતો જાહેર થઈ ન હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજય સરકાર ધ્વારા ઔદ્યોગિક એકમો માટે સ્ટેગર્ડ હોલી-ડે જાહેર  કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે  વારા-ફરતી  વીજકાપ કરાશે. નાના-ઉદ્યોગિક એકમોને સાંજે 4 થીસ 11 વાગ્યા સુધી વીજવપરાશ ઓછો કરવા વીજતંત્રના અધિકારીઓએ મૌખિક સૂચના આપવામાં આવી છે. સ્ટેગર્ડ હોલી-ડે તળે કચ્છમાં શનિવારે વીજપુરવઠો  સ્થગિત કરાશે. તેવા અહેવાલ સાંપડયા હતા. માહિતગારોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે અપુરતા વરસાદના કારણે કેટલા થર્મલ પ્લાન્ટ શરૂ થઈ શકયા નથી.તેમજ પવનના અભાવે વીન્ડ વીજઉર્જા પુરતા પ્રમાણમાં ઉભી થઈ શકતી નથી. આ સંજોગો વચ્ચે  ગરમી પ્રમાણ વધતાની સાથે   વીજલોડનુ ભારણ વધ્યુ છે.ગ્રીડનો લોડ  જાળવવા ન જળવાય તો  વેસ્ટર્ડ ગ્રીડ બંધ થવાની શકયતા રહેલી છે. જો આ ગ્રીડ બંધ થાય તો ગુજરાત મહારાષ્ટ્ર સહિતના રાજયનો વીજપુરવઠો ખોરવાઈ  શકે છે. આ સ્થિતિ નિર્માણ ન થાય તે માટે વીજતંત્રની ટીમે રાતદિવસ  એક મહેનત કરી રહી છે.  થર્મલ પ્લાન્ટ માટે પુરતા પ્રમાણમાં કોલ ન હોવાના કારણે વીજઉત્પાદનમાં અસર પડતી હોવાની પણ  ચર્ચા વહેતી થઈ છે. આગામી દિવસોમાં  આ મુશ્કેલી   અંગે હકારાત્મક  સંકેતો નહીં સાંપડે તો તહેવારોના દિવસોમાં  વીજળીના અભાવે અંધકારનુ સંકટ તોડાશે તેવો પણ ગણગણાટ ઉભો  થયો છે. .અબલત  વહેતી થયેલી ચર્ચા અંગે સતાવાર સમર્થન મળ્યુ ન હતું. આ અંગે ગેટકોના અધિકારી શ્રી પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે  ગ્રીડની ફિકવન્સી સેટ કરવા  અને જાળવી રાખવા માટે વીજપુરવઠો બંધ આવી રહયો છે.આ પ્રક્રિયા ન થાય તો ગ્રીડ બેસી જવાથી સ્થિતિ નિર્માણ થઈ શકે છે. હાલમાં લોડ વધુ હોવાનુ પણ તેમણે ઉમેર્યું હતું.  ઉચ્ચ કક્ષાએ આવતી  સુચના મુજબ કામગીરી હાથ ધરાઈ રહી છે કોઈ  ગંભીર સંકટ ન હોવાનું તેમણે કહ્યું હતું. છેલ્લા 3 થી 4 મહિનામાં કચ્છના ઔદ્યોગિક એકમોમાં વારંવાર વીજવિક્ષેપની સમસ્યાએ માથું ઉચ્કયુ છે.કચ્છના એકમોના વીજસંલગ્ન પ્રશ્નો સત્વરે ઉકેલવા  માટે ફોકીયાના એમ.ડી નિમીષ ફડકે ધ્વારા સમયાંતરે  રજૂઆતો કરી છે.તેમ છતાં તંત્ર ધ્વારા  આ અંગે ગંભીરતા દાખવામાં આવતી  નથી.    રાજય ઉપર આવી પડેલી કથિત વીજસંકટ અંગે રાજય સરકાર અને વહીવટીતંત્રની ટીમ એકશન મોડમાં આવી છે. આ  સંકટના વાદળોને દૂર કરવા માટે બન્તા  પ્રયાસ હાથ ધરાઈ છે.આગામી દિવસોમાં કેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થશે તેના ઉપર સૌની મીંટ મંડાઈ છે. - પ્રાન્ધોમાં એક જ થર્મલ પ્લાન્ટ કાર્યરત : ત્રણ બંધ હાલતમાં : ગાંધીધામ, તા.15 : કચ્છમાં ઉર્જાના ત્રોત ના વિકાસ માટે છેલ્લા કેટલાય વર્ષોથી મનોમંથન થઈ રહયુ  છે.જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલ પ્રાન્ધો  થર્મલ સ્ટેશનમાં હાલમાં એક  થર્મલ પ્લાન્ટ કાર્યરત છે.જેમાંથી 50 મેગાવોટ જેટલી વિજળી ઉત્પાદન થાય છે. કાર્યરત થર્મલ પ્લાન્ટ વર્ષ 1996નો છે. જયારે બે પ્લાન્ટને  ભંગાર ગણી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. અન્ય એક પ્લાન્ટનુ સમારકામ કરવા દિશામાં તજવીજ  ચાલી રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd