• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

એક વર્ષથી ગાંધીધામ સંકુલના નાગરિકો પરિવહન સુવિધાની રાહમાં

ગાંધીધામ, તા. 24 : ઓક્ટોબર 2025માં પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ ગાંધીધામ મહાનગરપાલિકાને 80 ઇ-બસ સેવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હતી, તો બીજી બાજુ મહાનગરના લોકોને સારી નાગરિક પરિવહન સુવિધા મળી રહે તેવા હેતુસર ઇ-બસ ડેપો ટર્મિનલ અને અન્ય માળખાંગત સુવિધાઓ માટે સિંધુ રિસેટલમેન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એસઆરસીએ આદિપુરમાં છ એકર જમીન ફાળવી હતી, પરંતુ એક વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે છતાં હજુ સુધી સંકુલના અંદાજિત પાંચ લાખથી વધુ લોકોને નાગરિક પરિવહન સુવિધા મળી નથી. એન્જિનીયારિંગ વિભાગમાં કરેલા બદલાવ અને આઉટસોર્સિંગથી મહાનગરપાલિકામાં ભરતી થયેલા ઇજનેરોને ગંભીર બેદરકારીના કારણે નાગરિકોને પરિવહન સુવિધા મળી શકી નથી તેવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ગ્રાન્ટ આવ્યા વગર ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી, ત્યારપછી બે ટેન્ડર આવ્યાં હતાં અને ટેન્ડર રદ કરવું તે મજબૂરી હતી, જેના પગલે કોન્ટ્રાક્ટર એજન્સીઓ પાસેથી સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટેન્ડર રદ કરવામાં આવ્યાં હતાં અને ત્યારપછી લાંબો સમય વીતી ગયો છે છતાં હજુ સુધી કોઈ પ્રક્રિયા થઈ નથી. હવે ભારત સરકારમાંથી નવી ગાઈડલાઈન આવી છે.  લાંબો સમય વીતી ગયા પછી ઇજનેરોને સમય મળ્યા બાદ નિયમો બનાવીને સરકારમાં મોકલવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ લાંબા સમય પછી આ પ્રક્રિયા થઈ છે.  લગભગ 18થી 20 કરોડના ખર્ચે ઇ-બસ ડેપો ટર્મિનલ અને અન્ય સુવિધાઓ વિકસાવવાની છે હવે, સમય વીતતો જાય છે.  નાગરિકોને પરિવહન સુવિધા ક્યારે મળશે તે સહિતના સવાલો ઊભા થયા છે. નાગરિક પરિવહન ઝડપથી શરૂ થાય, તો જે લોકોનો પેટ્રોલ-ડીઝલનો ખર્ચ છે તે બચી શકે તેમ છે અને સાથે સાથે પ્રદૂષણના મામલામાં નોંધપાત્ર સુધારો આવે તેવી પણ સંભાવના છે. હોર્મુઝ  જળમાર્ગ વારંવાર બાધિત થાય છે અને પેટ્રોલ-ડીઝલ, ગેસના નિયમિત સપ્લાય ઉપર અસર જોવા મળે છે. તત્કાલીન સમયે નાયબ મ્યુનિસિપલ કમિશનરે એક પત્ર બહાર પાડીને કર્મચારીઓને એક જ ગાડીમાં સાથે જવા કહ્યું હતું અને પેટ્રોલ-ડીઝલનો બચાવ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેવું થયું નથી, પણ જો નાગરિક પરિવહન સુવિધા શરૂ થાય, તો લોકોને પરિવહનનો ખર્ચ ઓછો આવે તેવી સંભાવના છે. એટલા માટે જ જલ્દીથી ઇ-બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. - પાલિકાને પણ ખર્ચ ભોગવવો પડશે : સરકારના આ પરિવહન પ્રકલ્પમાં 60 ટકા રૂપિયા ભારત સરકાર આપશે, જ્યારે 20 ટકા રૂપિયા રાજ્ય સરકાર અને ત્યારબાદના રૂપિયા મહાનગરપાલિકાએ ખર્ચવાના રહેશે. પદાધિકારીઓનું માનીએ, તો આ ખર્ચની જોગવાઈ ગ્રાન્ટમાંથી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, પણ હાલના સમયે તો એન્જિનીયરોના આળસના કારણે પ્રોજેક્ટ વિલંબિત થતો જાય છે, તંત્ર સક્રિયતા દાખવે તે જરૂરી છે. - ઇ-બસ તો સરકાર દ્વારા અપાશે : મહાનગરપાલિકાને 188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં નાગરિક પરિવહન સુવિધા માટે સરકાર રૂપિયા તો આપશે જ તેની સાથે સાથે 80 બસ પણ સરકાર દ્વારા આપવામાં આવશે તેવું પદાધિકારીઓ જણાવી રહ્યા છે. મહાનગરપાલિકાને લગભગ ચાર કરોડ સુધીનો ખર્ચ કરવો પડશે. જેટલો ઝડપથી આ પ્રોજેક્ટ શરૂ થશે, એટલો જ નાગરિકોને અને તંત્રને લાભ થશે તેવું જાણકારો કહી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd