• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

વ્યાપાર ઉત્સવ 2026 : ગ્રાહક દેવો ભવ: વિશ્વાસ અને સફળતાની સફર

મુંબઈ, તા. 24 : અહીં નેહરુ સેન્ટર ખાતે યોજાનારા વ્યાપાર ઉત્સવ 2026ના વિશેષ અવસરે પ્રસ્તુત આ વિચારો માત્ર શબ્દો નથી, પરંતુ એક સફળ ઉદ્યોગ સાહસિકના અનુભવનો નિચોડ છે, જે વ્યાપાર અને ગ્રાહક વચ્ચેના અતૂટ સંબંધને જીવંત કરે છે.  2થી 4 ઓક્ટોબર, 2026 દરમિયાન સવારે 10થી રાત્રે 8 વાગ્યા સુધી યોજાનારા આ ભવ્ય મહોત્સવમાં આ વિચારો આપણને યાદ કરાવે છે કે, સાચો વેપાર ફક્ત નફા કમાવવાનું સાધન નથી, પરંતુ ગ્રાહકનો ભરોસો જીતીને તેમનાં જીવનને સરળ બનાવવાની એક અનોખી કળા છે. ઉત્તમ પ્રોડક્ટ, સર્જનાત્મક વિચાર અને ગ્રાહક પ્રત્યેની નિષ્ઠા જ કોઈ પણ વ્યાપારને કાયમી સફળતાના શિખરે પહોંચાડે છે. - પ્રણવ અદાણી,  મેનેજિંગ ડિરેક્ટર, અદાણી એન્ટરપ્રાઈઝ :  સાચો વેપાર ગ્રાહકના સંતોષથી શરૂ થાય છે અને ગ્રાહકના કાયમી વિશ્વાસ પર પૂરો થાય છે. - સુશીલકુમાર સિંઘ, ચેરમેન, દીનદયાળ પોર્ટ : પ્રોડક્ટ ગમે તેટલી આધુનિક હોય, પણ જો તે ગ્રાહકનું કામ ઓછું ન કરી શકે, તો તેનું કોઈ મૂલ્ય નથી. - હર્ષલ મામણિયા, પાર્ટનર, વી-પ્લાય : ગ્રાહકને માત્ર ગ્રાહક ન સમજો, તેને તમારા વ્યાપારની સફળતાનો સૌથી મોટો ભાગીદાર બનાવો. - સંજય એન્કરવાલા, મેનેજિંગ ડિરેક્ટર, એન્કર કન્ઝ્યુમર : ઉત્તમ પ્રોડક્ટ તે છે જે ગ્રાહકને તેની જરૂરિયાત પડતા પહેલાં જ ઉકેલ આપી દે. - અશોક શાહ, ચેરમેન, વી-ટ્રાન્સ એમીરેટ્સ  : વ્યાપારમાં નફો એ પરિણામ છે અને ગ્રાહકનો ખુલ્લો ચહેરો એ આપણી સાચી કમાણી છે. - પરેશ ગાલા, મેનેજિંગ ડિરેક્ટર, બોસ : જે પ્રોડક્ટ ગ્રાહકની રાજિંદી ભાગદોડને આસાન બનાવતી નથી, તે માત્ર એક વસ્તુ બનીને રહી જાય છે. - મેહુલ જાદવજી શાહ ડિરેક્ટર, ગ્રેટ વ્હાઈટ : ગ્રાહક સાથેનો સંબંધ માત્ર વેચાણ પૂરતો નથી હોતો, પણ તે આખી જિંદગીના ભરોસાની સફર છે. - પ્રવીણ છેડા, ચેરમેન, એસ.પી.એમ. ગ્રુપ : તમારી સર્જનાત્મકતા ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તે કોઈકનું મુશ્કેલ જીવન સરળ બનાવી દે. - ઉદય કોટક, ફાઉન્ડર, કોટક બેન્ક : ગ્રાહકનો ભરોસો જીતવો એ પર્વત ચઢવા જેવું છે અને તેને સાચવી રાખવો એ એક કળા છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd