ભુજ, તા. 11 : યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ
દ્વારા બેંક કર્મચારીઓ અને અધિકારીઓના વિવિધ પડતર પ્રશ્નો તથા અગાઉ થયેલી દ્વિપક્ષીય
સમજૂતીઓના અમલ માટે કચ્છભરમાંથી 1200 જેટલા બેંક
કર્મચારી-અધિકારીઓ હડતાળ પર જતા અંદાજે 500 કરોડના વ્યવહારો અટવાયા હતા. પાંચ દિવસીય બેંકિંગ કામકાજ, કાર્યક્ષમતા આધારિત પ્રોત્સાહન સહિતની માંગ સાથે જિલ્લામાં 1200 જેટલા કર્મી કામથી અળગા રહ્યા
હતા. ભુજમાં આજે બેંક ઓફ બરોડા રિજિયોનલ ઓફિસ પાસે દેખાવો યોજાયા હતા, જેમાં આશરે 200 જેટલા કર્મચારી અને ઓફિસર જોડાયા
હતા, જ્યારે સમગ્ર કચ્છમાં આશરે 1200 જેટલો સ્ટાફ આ હડતાળ પર રહ્યા હતા, જેના કારણે અંદાજે 500 કરોડ જેટલા વ્યવહાર અટકી ગયા
હતા. આ દેખાવોમાં બેંક ઓફ બરોડાના નીલેશ મહેતા, રિતેશ શાહ, જિજ્ઞેશ કંસારા, રજનીકાંત
પરમાર, રાજેશ ચૌહાણ, હર્ષ કોઠારી,
યુવરાજાસિંહ ઝાલા, સાગર જોશી, જિગીષા ઠાકર, પૂજા કોઠારી, હર્ષદ
જોશી, ટીનેશ રાઠોડ, ભાવેશ બારોટની આગેવાનીમાં
અન્ય સ્ટાફ જોડાયો હતો. તા. 8 માર્ચ, 2024ના જયાાિંહિંયળયક્ષાિં/ઉંજ્ઞશક્ષાિં
ગજ્ઞાયિં મુજબ તમામ શનિવારને રજા જાહેર કરવાની ભલામણ સરકારને મોકલવામાં આવી હતી અને
સરકારની મંજૂરી તથા જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી કામકાજની વ્યવસ્થા અમલમાં આવવાની
હતી. ઞBિઞ સાથે નક્કી થયા મુજબ કર્મચારીઓ રોજના
40 મિનિટનો કામકાજનો સમય વધારવા
પણ સંમત થયેલ છે, પરંતુ લાંબો
સમય વીતી જવા છતાં સરકાર તરફથી અંતિમ મંજૂરી આપવામાં આવી નથી. ઉપરાંત સમાધાન અને જોઈન્ટ
નોટ સમયે કેટલાંક મહત્ત્વના પ્રશ્નોનું નિરાકરણ ન આવી શકતાં તેમને પડતર પ્રશ્નો તરીકે
આગળની ચર્ચા માટે રાખવામાં આવ્યા હતા તેમજ માર્ચ 2025 અને જાન્યુઆરી 2026ની હડતાલની નોટિસમાં ઊઠાવવામાં
આવેલા કેટલાક પ્રશ્નો પણ હજુ સુધી ઉકેલાયા નથી અને કેટલાક મુદ્દાઓ સમાધાનની પ્રક્રિયામાં
છે. યુએફબીયુ દ્વારા આ તમામ પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી
છે. આ માગણીઓ માટે યુએફબીયુ દ્વારા તબક્કાવાર
કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 11 સપ્ટેમ્બરે
અખિલ ભારતીય હડતાળ, 28,29 અને 30 સપ્ટેમ્બરે ત્રણ દિવસની હડતાલ
તથા 26 ઓક્ટોબર,2026થી અનિશ્ચિત
મુદતની હડતાળનો સમાવેશ થાય છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું
છે કે, ગુજરાતના બેંક કર્મચારીઓ અને અધિકારીઓ પણ યુએફબીયુના
આ કાર્યક્રમમાં સક્રિયપણે જોડાઈ 5ાંચ દિવસની બેંકિંગ વ્યવસ્થા,
ભેદભાવયુક્ત પ્રોત્સાહિત યોજનામાં અને તમામ પડતર પ્રશ્નોના ઉકેલ માટે
એકતાપૂર્વક સંઘર્ષ કરશે.