• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

વીનેશ ફોગાટને દિલ્હી હાઇકોર્ટનો ઝટકો

નવી દિલ્હી, તા. 11 : ભારતીય સ્ટાર મહિલા પહેલવાન વીનેશ ફોગાટના આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં પુનરાગમનના પ્રયાસોને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે વર્ષ 2026ની સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે વીનેશ દ્વારા માગવામાં આવેલી વચગાળાની રાહતની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ નવી દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે 14 સપ્ટેમ્બરે યોજાનાર ટ્રાયલ્સમાં ભાગ લેવાના વીનેશ માટેના તમામ રસ્તા હાલ બંધ થઈ ગયા છે.  જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે આ આદેશ આપતાં જણાવ્યું હતું કે, રેસાલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ઠBિઍં) દ્વારા નક્કી કરાયેલી પાત્રતાની શરતોમાં કોઈ એક વ્યક્તિગત ખેલાડીને ખાસ છૂટછાટ આપી શકાય નહીં. 7 સપ્ટેમ્બર 2026ના રોજ જારી કરાયેલા સર્ક્યુલરમાં નિર્ધારિત માપદંડો તમામ રમતવીરો પર એકસમાન રીતે લાગુ પડે છે. 7 સપ્ટેમ્બરના સર્ક્યુલર અનુસાર, સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપના ટ્રાયલ્સ માટે છ ઓલિમ્પિક વજન વર્ગમાં અમુક ચોક્કસ સ્પર્ધાઓના મેડલ વિજેતાઓ, નેશનલ કાચિંગ કેમ્પના કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા પહેલવાનો જ પાત્ર ઠરે છે. વીનેશની દલીલમાં કહેવામાં આવ્યું છે કે, જુલાઈ 2025માં માતા બન્યા બાદ તેઓ માતૃત્વના કારણે જરૂરી ક્વોલિફાઈંગ સ્પર્ધાઓમાં ભાગ લઈ શક્યા નહોતા. જેથી આ નિયમો તેમના માટે ટ્રાયલ્સના દ્વાર સંપૂર્ણ બંધ કરી દે છે. વીનેશે સીધી ટીમમાં એન્ટ્રી નહોતી માગી, પરંતુ માત્ર ટ્રાયલ્સમાં ઊતરીને પોતાના પ્રદર્શનના આધારે સ્થાન મેળવવાની તક માગી હતી. તેમણે 30 મેના રોજ યોજાયેલા એશિયન ગેમ્સના સિલેક્શન ટ્રાયલ્સનો પણ સંદર્ભ આપ્યો હતો, જ્યાં તેમણે 53 કિ.ગ્રા. વજન વર્ગમાં સેમિફાઇનલ સુધી સફર ખેડી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, માતા બન્યા પછી તેઓ સઘન તાલીમ લઈ ચૂક્યા છે અને પોતાની ક્ષમતા સાબિત કરવા તૈયાર છે. દિલ્હી હાઈકોર્ટે ઠBિઍંની નીતિને સાચી કે ખોટી જાહેર કર્યા વિના સ્પષ્ટ કર્યું કે, અરજીમાં ઉઠાવાયેલા નીતિવિષયક મોટા પ્રશ્નો પર હજુ વિગતવાર સુનાવણી બાકી છે. અદાલતે સ્વીકાર્યું કે, ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને રિકવરી જેવા સંજોગોને ફેડરેશનની નીતિમાં ધ્યાને લેવા જોઈએ. પરંતુ માત્ર આ સંજોગોના આધારે વીનેશને તાત્કાલિક વચગાળાની રાહત આપી શકાય નહીં. કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે જો માત્ર વીનેશને જ ટ્રાયલ્સમાં ઊતરવાની પરવાનગી અપાશે તો સમાન સ્થિતિ ધરાવતા અન્ય જે ખેલાડીઓ કોર્ટ સુધી નથી પહોંચ્યા તેમની સાથે અસમાનતા સર્જાશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd