• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

મિરજાપરમાં ગોદામમાં પડેલી કારમાંથી 1.54 લાખનો દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 11 : ભુજના મિરજાપર સહજાનંદ નગરમાં આવેલા એક વરંડા (ગોદામ)માં પોલીસે છાપો મારી કારમાંથી રૂા. 1,54,620ના અંગ્રેજી દારૂ સાથે શખ્સની અટક કરી હતી. માલ આપનાર તરીકે માંડવીની મહિલાનું નામ બહાર આવ્યું હતું. સુખપર નવાવાસમાં રહેનાર જયદીપ વિજય ચુડાસમા નામનો શખ્સ મિરજાપરમાં સહજાનંદ નગરમાં જગદીશ પટેલના ટાઈલ્સના ગોદામમાં કાર લઈને ઊભો છે અને તેની કારમાં અંગ્રેજી દારૂ દેવાતી પૂર્વ બાતમીના આધારે પોલીસે આજે ઢળતી બપોરે કાર્યવાહી કરી હતી. આ ગોદામ (વરંડા)માંથી જયદીપની પોલીસે ધરપકડ કરી હતી તેમજ નંબર પ્લેટ વગરની કારમાંથી રોયલસ્ટંગની 750 મી.લી.ની 57, ગ્રીન લેબલની 20, રોયલ ચેલેન્જરની 32, કેપીએમની 36, ઓલ સીઝન્સની 47, અંકલ ટોમની સાત તથા કિંગ ફ્રિશર સ્ટ્રોંગ બિયરના 49 અને કિંગ ફિશર અલ્ફા મેક્સના 24 બીયરના ટીન એમ કુલ રૂા. 1,54,620નો શરાબ આ કારમાંથી જપ્ત કરાયો હતો. ફોર સેલ ઈન રાજસ્થાન તથા પંજજાબ લખેલો આ દારૂ જયદીપને માંડવીની હંસાબા જાડેજા નામની મહિલા આપી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. વરંડા સંચાલકની ભૂમિકા શું છે તે બહાર આવ્યું નથી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd