• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ભારત પર આઇએમએફ ઓળઘોળ

નવી દિલ્હી, તા. 11 : દુનિયાભરમાં આર્થિક અનિશ્ચિતતાઓ અને ભૂરાજકીય તાણ વચ્ચે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ)એ ભારતનાં મજબૂત આર્થિક પ્રદર્શન પર ભરોસો વ્યક્ત કર્યો છે. આઇએમએફ પ્રવકતા જુલી કોજાકે કહ્યું હતું કે, ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન છે. ભારત વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો એક મુખ્ય આધારસ્તંભ બની ચૂકયું છે. વૈશ્વિક વિકાસદરમાં ભારત એકલા હાથે લગભગ 16 ટકા યોગદાન આપી રહ્યું છે. આઇએમએફનું અનુમાન છે કે, ભારતનો સતત વિકાસદર આગામી વર્ષોમાં 6.5થી 7 ટકાના ઉચ્ચસ્તરે રહેશે. આ પ્રદર્શન ચીન સહિત દુનિયાની અન્ય પ્રમુખ વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓની તુલનામાં સારું છે. આ પ્રદર્શન બતાવે છે કે, ઊર્જાના ભાવોમાં ભડકા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત છે. વૈશ્વિક આર્થિક સુસ્તી છતાં ભારત દુનિયાની સૌથી ગતિભેર વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. આઇએમએફના અહેવાલ અનુસાર મજબૂત ઘરેલુ માંગ અને પાયાના ઢાંચામાં સરકારનાં ભારે જાહેર રોકાણનાં કારણે ભારત મજબૂત આર્થિક વૃદ્ધિ કરી શકે છે. દેશમાં ડિજિટલ ક્રાંતિએ મોટી ભૂમિકા ભજવી છે તેવું કહેતાં આઇએમએફએ ભારતીય રિઝર્વ બેન્કની નીતિઓની પણ પ્રશંસા કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd