ગાંધીધામ, તા. 11 : ભુજના સુમરા ડેલી, દરબાર ગઢની દિવાલ પાસે લોકો પાસેથી આંકડો લેતા
શખ્સની અટક કરી પોલીસે રૂા. 1050 જપ્ત કર્યા હતા. જો કે મોટા મગરમચ્છ આબાદ રહ્યા હતા. ભુજમાં
સુમરા ડેલી દરબાર ગઢની દિવાલ પાછળથી અનવર અબ્દુલ આરબ (રહે. સંજોગનગર)ની પોલીસે ધરપકડ
કરી હતી. આજે બપોરે આ શખ્સ લોકો પાસેથ આંકડા લઈ પેન વડે ડાયરીમાં લખી રહ્યો હતો. દરમ્યાન
અચાનક પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી ગ્રાહકોએ આપેલા
રોકડ રૂા. 1050, આંકડા લખેલી ડાયરી, પેન જપ્ત કરવામાં આવી હતી. પરંતુ આ પકડાયેલો
પન્ટર ઉપર કોને આંકડા લખાવતો હતો તે પોલીસ ઓકાવી શકી નથી.