• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

પાકની હાર; શ્રીલંકા ફાઇનલમાં

દુબઇ, તા. 11 : મહિલા એશિયા કપના અહીં રમાયેલા બીજા સેમિફાઇનલ મુકાબલામાં ખરાબ પ્રારંભ પછી પલટવાર કરતાં પાકિસ્તાનને ચાર વિકેટે હરાવીને શ્રીલંકાએ ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. હવે રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. સિંહાલી ટીમ વતી હર્ષિતા સમરવિક્રમાએ બે ચોગ્ગા સાથે સૌથી વધુ 31 રન કર્યા હતા. પાક ટીમે આપેલું 131 રનનું લક્ષ્ય શ્રીલંકાએ 18.4 ઓવરમાં છ વિકેટે આંબી લીધું હતું. ટોસ જીતીને શ્રીલંકાએ ફિલ્ડિંગ પસંદ કરતાં દાવમાં ઊતરેલા પાકિસ્તાને પહેલી ચાર વિકેટ બાવન રનમાં ખોઇ દીધી હતી. સુકાની ફાતિમા સનાએ 36 દડામાં ચાર ચોગ્ગા, બે છગ્ગા સાથે અણનમ 47 રન કર્યા હતા. સના સિવાય કોઇ ખેલાડી ક્રીઝ પર લાંબું ટકી શકી નહોતી. શ્રીલંકા વતી ચમારી અથાપથ્થુ અને ચામુડી પ્રબોબાએ બે-બે વિકેટ લીધી હતી. પાક ટીમ 130 રન કરી શકી હતી. માત્ર પાંચ રને બે વિકેટ ખોઇને નબળી શરૂઆત કર્યા પછી શ્રીલંકાએ હર્ષિતા (36) અને કવિશા દિલહારા (33)ની મદદથી મેદાન માર્યું હતું. આ બંને ખેલાડીએ પાંચમી વિકેટ માટે 59 દડામાં 67 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી સાથે બાજી પલટી દીધી હતી. સનાએ શ્રીલંકાની ચાર વિકેટ લીધી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd