મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 6 : નખત્રાણાની
ભાગોળે આવેલા રામેશ્વરના મોટાસર તળાવમાં મગરનો પરિવાર દેખાયો હતો. તાલુકાના પૂર્વ સરપંચ
ડાયાલાલભાઈ સેંઘાણીને જાણ કરાઈ હતી. આગામી દિવસોમાં રામદેવપીરનો મેળો ત્રિ -દિવસીય
યોજાશે. આ તળાવથી થોડે દૂર સલામતી માટે તાલુકાના નગરપાલિકાના પ્રમુખ વસંતભાઈ વાઘેલા, ઉપપ્રમુખ દમયંતીબેન સેંઘાણી, કા. ચેરમેન ચંદનસિંહ રાઠોડ દ્વારા તકેદારીના પગલારૂપે નખત્રાણા વનખાતાને રજૂઆત
કરાઈ હતી. જણાવાયું છે કે, વન વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી
કરવા અથવા મેળા દરમિયાન જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી `તળાવોમાં મગર છે' તે પ્રકારના સાવચેતીના બોર્ડ દર વર્ષની જેમ
લગાવામાં આવે નગરપાલિકાના પદ અધિકારીઓ દ્વારા વન ઓફિસર પશ્ચિમ વન વિભાગ નખત્રાણાને
જાણ કરાઈ હતી.