• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

ભુજોડી આહીર કન્યા વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની આસ્થાભેર ઉજવણી

અંજાર, તા. 6 : ભગવાન શ્રીકૃષ્ણના પાવન જન્મોત્સવ એવા જન્માષ્ટમી પર્વની ઉજવણી ભુજોડી આહિર કન્યા વિધાલયમાં કરવામાં આવી  હતી. આ અંતગર્ત  સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મટકીફોડ કાર્યક્રમો યોજાયા હતા. પ્રારંભમાં ભગવાન શ્રીકૃષ્ણની આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ બાદ  વિદ્યાર્થીઓએ ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને બાળલીલાઓને આધારે વિવિધ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીનીઓ દ્વારા કૃષ્ણની બાળલીલાઓ, રાસ, ભક્તિગીતો તથા સુંદર નૃત્યની વિવિધ પ્રસ્તુતિઓ સાથે શાળા સંકુલ કૃષ્ણમય બન્યુ હતું. શાળાના પ્રાર્થનાહોલમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી  સાથે મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય ભવાનીબેન ડાંગરે અને સંસ્થાના ખજાનચી રણછોડભાઈ ડાંગરે  પ્રાસંગિક ઉદ્બોધન આપ્યુ હતું. ઉપસ્થિત મહેમાનોએ શ્રીમદ્ ભાગવત  ગીતામાં જણાવાયેલા કર્મના સિદ્ધાંતને જીવનમાં ઉતારવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.  વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણનું જીવન માત્ર ધાર્મિક આસ્થા પૂરતું સીમિત નથી, પરંતુ સત્ય, કર્તવ્ય, ધર્મ, કર્મ અને નિષ્ઠાપૂર્વક જીવન જીવવાની પ્રેરણા આપતું અમૂલ્ય દર્શન છે. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ઉપપ્રમુખ રાણાબાપા, સ્વામીજી પુરુષોત્તમ દાસજીજીવાભાઈ માતા, સુપરવાઈઝર  બાબુભાઈ આહિર સહિત સંસ્થાના સમગ્ર સ્ટાફ તથા સર્વે વિદ્યાર્થિનીઓએ સહિતનાએ  સહકાર આપ્યો હતો. સંસ્થાના પ્રમુખ બાબુભાઈ હુંબલ તથા મંત્રી શિવજીભાઈ આહિરે શુભેચ્છા સંદેશ વડે જન્માષ્ટમી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. 

Panchang

dd