• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

ભુજ તપગચ્છ જૈન સંઘના ગુરુદેવના જેન-ઝી દ્વારા ગુણાનુવાદ કરાયા

ભુજ, તા. 7 : ભુજ તપગચ્છ જૈન સંઘમાં 500 શ્રમણીગણનાયક જૈનાચાર્ય રશ્મિરત્નસૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં ગુરુદેવ ગુણરત્નસૂરિજીની છઠ્ઠી ર્સ્વારોહણ વાર્ષિક તિથિ નિમિત્તે ગુણાનુવાદ પાર્ટ-2નું આયોજન કરવામાં આવ્યું હતું. `ઓમ જય ગુણરત્નસૂરિ' ગીતનું સમૂહગાન બાદ પિતા મુનિઓ  તથા જેન-ઝી આઠ મુનિ દ્વારા ગુણાનુવાદ થયા હતા. ગુરુવારે 150થી વધુ ભાઇ-બહેને ગુરુગુણ ડેરીને 108 પ્રદક્ષિણા આપી, જે શુક્રવારે પણ ચાલુ હતી. આજે વિશેષ આકર્ષણમાં `પૂજ્ય ગુરુદેવના અંતિમ રજોહરણ'ના દર્શન સકલ સંઘને કરાવવામાં આવ્યા હતા. બપોરે બહેનોમાં પ્રવર્તિની સાધ્વી પુણ્યરેખાશ્રીજી આદિએ ગુણાનુવાદ કર્યા. ભારતમાં ઠેર-ઠેર સુરત, અમદાવાદ, મુંબઇ, બેલ્લારી, બેલગામ, બેંગ્લોર, જોધપુર, મહેસાણા આદિ જૈન સંઘોમાં ગુરુગુણની ગૌરવગાથા ગાવામાં આવી હતી. તપગચ્છ સંઘના પ્રમુખ કીર્તિભાઇ શાહે સંઘની અખબારી યાદીમાં જણાવ્યું કે, તા. 9 ઓગસ્ટ રવિવારે સવારે 8થી 10 જેન-ઝી આધ્યાત્મિક શિબિર યોજાશે. મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન આધારિત આ શિબિરનો વિષય રહેશે `ટેક ઇટ ઇઝી એન્ડ માઇન્ડ કંટ્રોલ.' બપોરે 3-30 વાગ્યે રામાયણ પર આધારિત પ્રવચન રહેશે. જેનો વિષય હશે `રમે તે રામ અને રડે તે રાવણ' તથા રામાયણ રજોહરણની ખાણ ! રાત્રિ પ્ર્રવચનમાં યુવાનો દરરોજ દૂર-દૂરથી આવી લાભ લઇ રહ્યા છે. વિષય છે `જૈનીઝમ : અ પરફેક્ટ સાયન્સ એન્ડ મોટીવેશનલ સ્ટોરી.

Panchang

dd