• સોમવાર, 27 જુલાઈ, 2026

નવી ભચાઉમાં વરસાદ બાદ જળભરાવ સહિતની સમસ્યાઓ સર્જાઈ

ભચાઉ, તા. 25 : ગુરુવારે રાત્રિથી શુક્રવાર દરમ્યાન ભચાઉમાં પડેલા વરસાદ બાદ નવી ભચાઉ વિસ્તારમાં જળભરાવ સહિતની સમસ્યા સર્જાઈ હતી. નવી ભચાઉ વિસ્તારમાં પાણી ભરાયેલાં પડયા છે અને નગરના મુખ્ય માર્ગો આંતરિક માર્ગો પર વીજ કેબલ પાથર્યા બાદ પેવરબ્લોક તૂટી જવા અને જમીનમાં પોલાણ થવા સહિતની સ્થિતિ સર્જાઈ છે, પોલાણના કારણે નાના વાહનો  ફસાઈ જવાના બનાવો  બની રહ્યા છે. રેલવે દ્વારા ચાલતાં કામને લઈ સુધરાઇ દ્વારા ગટર, પાણીની લાઈનો દૂર કરી બીજા સ્થાને ખસેડવાનું કાર્ય થયા બાદ મોટા ખાડાઓના કારણે અકસ્માતની દહેશત સતાવી રહી છે. નવી ભચાઉ સરદાર પટેલના સ્ટેચ્યૂ નજીક આવી ગાડી ફસાયેલી પડી છે, ભચાઉ નગર  આવવા જવાના ગરનાળામાં ખાડા થઈ ગયા છે, વધુ વરસાદથી સરસ્વતી સોસાયટી અને વૃંદાવન સોસાયટી પાસે હજુ પાણી ભરાયેલાં પડયા છે, અગાઉ પાણી ન ભરાય તે માટે બનાવાયેલા નાળાં બુરી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત નવાગામ જતા માર્ગે રોડ પર પાણી ભરાયેલાં  છે. જૂના માર્ગો ઉપર જ નવા માર્ગ બનાવાતા હોવાથી મકાન, દુકાન નીચા બની જતાં પાણી ભરવાનો ભય રહે છે, વરસાદ બાદ અનેક જોખમોથી ભચાઉ અને ખાસ નવી ભચાઉ રેલવે ટ્રેક આસપાસનો વિસ્તાર જોખમી બને એવી શક્યતા છે.  જીવલેણ અકસ્માત સર્જાય તે પૂર્વે  જવાબદાર તંત્રો દ્વારા ત્વરિત કાર્યવાહી કરાય તેવી માંગ કરાઈ છે. 

Panchang

dd