વોશિંગ્ટન, તા. 25 : અમેરિકાની સંસદમાં એક સાંસદે
એવો ખરડો રજૂ કર્યો છે જેમાં ત્રણ વર્ષ સુધી નવા એચ1-બી વિઝા જારી કરવા ઉપર રોક મૂકવાની માગણી કરવામાં આવી છે. ખરડામાં
ટ્રમ્પ પ્રશાસન તરફથી લાદવામાં આવેલા એક લાખ અમેરિકી ડોલરનાં શુલ્કને કાયદામાં સામેલ
કરવાનો પણ પ્રસ્તાવ છે. આ શુલ્કને અમેરિકાની એક અદાલત પહેલાં જ રદ કરી ચૂકી છે. મોંટાનાથી
રિપબ્લિકન સાંસદ ટિમ શીહીએ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ
એવા વીઝા ન આપવા જોઈએ જેનાથી અમેરિકી કર્મચારીઓના અધિકારોને નુકસાન પહોંચાડવામાં સરળતા
થાય. એચ1-બી વિઝા હેઠળ અમેરિકી કંપનીઓ વિશેષ ક્ષેત્રોમાં
કામ કરતા અત્યાધિક કુશળ વિદેશી કર્મચારીને નોકરી આપી શકે છે. આ નોકરીઓમાં સૈદ્ધાંતિક
કે ટેકનિકલ વિશેષજ્ઞતાની જરૂરિયાત હોય છે. આ અગાઉ શીહીએ નિવેદન આપ્યું હતું કે એચ1-બીની શરૂઆત વિશેષ પદ ઉપર કર્મચારીઓની કમીને પૂરી કરવા થઈ હતી. સસ્તા
વિદેશી શ્રમિકોને કામે રાખવા માટે નહીં.