• રવિવાર, 26 જુલાઈ, 2026

જૂની ચીરઈમાં રહેણાક મકાનમાંથી 21 હજારનો માદક પદાર્થ કબજે

ગાંધીધામ, તા. 25 : ભચાઉ તાલુકાના જૂની ચિરઈનાં મકાનમાંથી પોલીસે રૂા. 21390ના માદક પદાર્થ સાથે શખ્સની ધરપકડ કરી હતી. અંજાર પોલીસે વરસામેડી ગામમાંથી  13,500ના ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી હતી.  ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં રહેતા આરોપી હનુમાનરામ જેતારામ જાટે પોતાના કબજાનાં મકાનમાં  બિનઅધિકૃત રીતે માદક પદાર્થનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે અહીં દરોડો પાડયો હતો. અહીં છાનબીન દરમ્યાન પોષડેડા વજન 1.426 કિલોગ્રામ મળી આવ્યા હતા. પકડાયેલા માદક પદાર્થની કિંમત રૂા. 21390 આંકવામાં આવી હતી. આ ગુનામાં સામેલ આરોપી હનુમાનરામની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે. આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે કેમ સહિતની દિશામાં પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે. અંજાર પોલીસે  વરસામેડીના  રામદેવ કોમ્પ્લેક્સમાં  આવેલી  નૂરી ઓટો ગેરેજમાં આરોપી આદિત્ય ઉર્ફે શિવો અજિતકુમાર સિંહા માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરતો હોવાની પૂર્વબાતમીના આધારે છાનબીન હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે આરોપીની ધરપકડ  કરી  તેની પાસેથી   માદક પદાર્થ ગાંજો 0.270 ગ્રામ કિં. રૂા. 13,500, વિવો કંપનીનો મોબાઈલ ફોન કિં. રૂા.10 હજાર, રોકડા રૂા. 1500 સાથે કુલ રૂા. 25 હજારનો મુદ્દામાલ હસ્તગત લીધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd