• મંગળવાર, 21 જુલાઈ, 2026

રાહતદરે ઘાસ વિતરણ સુચારુ રીતે થાય તે જોવા તંત્રવાહકોને તાકીદ

ભુજ, તા. 19 : પશુપાલકોને ઘાસચારો મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે અને સમયસર પૂરતો જથ્થો મળી રહે તે માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ વન વિભાગ અને મહેસૂલી અધિકારીઓ, તલાટીઓ સાથે બન્ની ગ્રાસલેન્ડ વિભાગ હસ્તકના ધોરડો ફોરેસ્ટ ગોડાઉનની રૂબરૂ મુલાકાત લઈ ઘાસના સ્ટોરેજ ગોડાઉનનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટરે સ્થળ પર ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે, ગોડાઉનમાં ઉપલબ્ધ ઘાસનો જથ્થો પશુપાલકોને તાત્કાલિક અને વિલંબ વિના મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. ઘાસ મેળવવા આવતા પશુપાલકોને કોઈ અગવડ ન પડે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સરળ રહે તે બાબતે ખાસ ધ્યાન રાખવા તાકીદ કરી હતી. મુલાકાત દરમિયાન પશુપાલકોનાં હિતમાં વન વિભાગ, મામલતદાર કચેરી, પોલીસ પ્રશાસન અને સ્થાનિક તલાટીઓને સંકલન સાધીને કામગીરી કરવા કલેકટરે જણાવ્યું હતું.  મુલાકાત દરમિયાન ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મામલતદાર, પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક તલાટીઓ અને વહીવટી સ્ટાફ જોડાયા હતા. 

Panchang

dd