• રવિવાર, 26 જુલાઈ, 2026

ભુજના સ્મૃતિવન પાસે માર્ગ ઓળંગતાં વૃદ્ધાનું કાર હડફેટે કમકમાટીભર્યું મોત

અકસ્માત બાદ કોટાયના વૃદ્ધાના કણસતા વીડિયો વાયરલ થતાં કરુણતા સર્જાઇ

ભુજ, તા. 12 : શહેરના ભુજિયાની તળેટીમાં આવેલા સ્મૃતિવનના ગેટ એક અને બે વચ્ચેના માર્ગ પર માર્ગ ઓળંગી રહેલા કોટાયના 75 વર્ષીય વૃદ્ધા ખેતબાઇ ભીમજી મસાણિયાને પૂરપાટ આવતી કારે ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હિટ એન્ડ રનના આ કરુણ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ખેતબાઇ માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે પૂરપાટ આવતી કાર નંબર જી.જે.-12-એફ.ઇ.-7795વાળીએ તેને પાછળથી જોરદાર ટક્કર મારતાં ખેતબાઇનું માથું કારના કાચમાં અથડાતાં માથાંમાં અને શરીરે ગંભીર ઇજા થતાં કણસતી હાલમાં જ ઘટનાસ્થળે તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ અકસ્માત બાદ ખેતબાઇની કણસતી હાલતના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કરુણતા સર્જાઇ હતી. 108 મારફતે ખેતબાઇને જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં દાખલ કરાવાઇ છે.

Panchang

dd