વિથોણ, તા. 17 : પુંજલદાદા આશ્રમ મોરજર ખાતે
દિલીપરાજા કાપડીના સાંનિધ્યમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે આણંદસરના
નર્મદેશ્વર મહાદેવ મંદિરેથી પોથીયાત્રા નીકળી હતી. પાંચ બગીઓમાં સંતો અને સીતારામ સ્વરૂપા
કુમારીકાઓએ ભગવાન રામના આવરણો ધારણ કરી વિશેષ આકર્ષણ જગાવ્યું હતું. શોભાયાત્રામાં
આશ્રમના મહંત દિલીપરાજા કાપડી, મુળજીરાજા, કલ્યાણદાસજી, જગજીવનદાસજી, સોનલ મહારાજ
(ના. સરોવર), ભરતડાડા (ભારાપર) અને આમંત્રિત સંતો મહંતો અને દાતાઓ રથ ઉપર બિરાજમાન
થયા હતા. વાજતે ગાજતે આ શોભાયાત્રા કથા મંડપમાં
પહોંચી ત્યારે જયશ્રીરામ અને જીનામના નાદે
કથા મંડપ ગૂંજી ઊઠયો હતો. બપોર પછી કથા મંડપમાં
વિજય ગઢવી, બાબુભાઇ આહીર, સમરથસિંહ સોઢા અને લલીતાબેન ઘોડાદ્રાની સંતવાણી યોજાઇ
હતી, જેનું સંચાલન કચ્છી સાહિત્યકાર રાજેશ ગઢવીએ કર્યું હતું. કથાનું સ્ટેજ સંચાલન
ગોવિંદભાઇ કાપડીએ સંભાળ્યું હતું. કથા શ્રવણ મહામંડલેશ્વર 1008 કનકેશ્વર માતાજી (મોરબી)
કરાવી રહ્યા છે. કથા શ્રવણ સવારે 9થી બપોરે 1 વાગ્યા
સુધીનો છે. બપોર પછી રોજ 3થી રાત્રે
10 વાગ્યા સુધી સંતવાણી યોજવામાં
આવે છે. રામકથા આયોજનને સફળ બનાવવા આશ્રમના સેવકો સદ્ગુરુ વેલજી દાદા અને દિલીપરાજા
કાપડીના શિષ્યો આશ્રમથી અતૂટ નાતો ધરાવતા સેવકો દિલેર દાતાઓ સમર્પિત છે. પ્રથમ દિવસે
મોટી સંખ્યામાં ભાવિકોની હાજરીથી કથા મંડપ ભરાઇ ગયો હતો. વિવિધ સમિતિઓ પોતપોતાની જવાબદારીથી
સેંવા આપી રહી છે. રસોડા સમિતિ અને ભોજન વિતરણ સમિતિઓ સેવા આપે છે. સ્ટેજ વ્યવસ્થા
ભરત લીંબાણી, પાર્થ કાપડી સંભાળી રહ્યા છે.