• સોમવાર, 18 મે, 2026

સમર કેમ્પ દ્વારા બાળકોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા, સકારાત્મક જીવનમૂલ્યોનો વિકાસ

ભુજ, તા. 17 : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોમાં યોગ, સંસ્કાર, સ્વાસ્થ્ય, દેશભક્તિ વગેરે ગુણોનું સિંચન થઈ શકે આવા ઉમદા હેતુથી બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, જે પૈકી કચ્છમાં પણ સાત જગ્યા પર નિ:શુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન ઝોન કો-ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભીના સૂચન મુજબ, પશ્ચિમ કય્છ જિલ્લા કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ અને પૂર્વ કય્છ જિલ્લાના કો-ઓર્ડીનેટર પૂજાબેન લાલવાણીના માર્ગદર્શનમાં થઈ રહ્યું છે. આ સમર યોગ કેમ્પનું આયોજન પશ્ચિમ કચ્છમાં નખત્રાણા તાલુકાના અંગિયા ગામે જૈન સમાજવાડી ખાતે  કરાયું હતું જેનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરાયું હતું જેમાં ગામનાં સરપંચ ગોપાજીભાઈ ગરવા,  ઉપ સરપંચ ઇકબાલ ઘાંચી, શંકરનાથ નાથબાવા, પ્રિયાબેન નાથબાવા, જિલ્લા કો-ઓર્ડીનેટર વિજયભાઇ શેઠ, યોગ કેમ્પના સંચાલક ચન્દ્રકાંત મકવાણા, સહ સંચાલક ભારતીબા મોખા, નીરૂબેન ચૌધરી, યોગ ટીચર દયારામભાઈ રૂડાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુંદરામાં પુષ્કરણા સમાજવાડી ઓશવાળ શેરી ખાતે 100થી વધારે બાળકો સાથે શરૂઆત કરવામાં આવી હતી જેનું સંચાલન યોગકોચ નેહલબેન પંડ્યા અને સહ સંચાલકા કુલદીપ ચાવડા અને મેહુલ ગોસ્વામી તેમજ મુંદરાની યોગ ટીમ દ્વારા કરાયું હતું જેમાં અમૃત યોગનો સહયોગ મળ્યો હતો.બીજી તરફ ભુજમાં રેઈન્બો સ્કૂલ, રઘુવંશી ચોકડી ખાતે કાર્યક્રમની શરૂઆત યજ્ઞ દ્વારા કરાઈ હતી, જેમાં સમર કેમ્પના સંચાલક યોગકોચ રીનાબેન ગોર, સહ સંચાલકો જિજ્ઞાબેન કટ્ટા, કિંજલબેન જેઠી, યોગકોચ વર્ષાબેન પટેલ, યોગકોચ માધવીબેન માલવિયા, ટ્રેનર્સ જૈમિનીબેન ગોર, લતાબેન વોરા, પ્રીતિબેન અંતાણી, પ્રતાપભાઈ જોશી, જતિનભાઈ, રાધિકાબેન, હેમાબેન તેમજ વાલીઓ જોડાયા હતા.જિલ્લા કો ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ દ્વારા બાળકોને યોગ સાથે આહાર, વિહાર આરોગ્ય, શિસ્ત અને સંસ્કાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પ દરમિયાન યોગાભ્યાસ સાથે રમતગમત, બાળકોની યાદ શક્તિમાં વધારો થાય તેવા કાર્યક્રમો, વ્યક્તિત્વ વિકાસ અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. આ સમર કેમ્પનો મુખ્ય હેતુ બાળકોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા, આત્મવિશ્વાસ અને સકારાત્મક જીવનમૂલ્યોનો વિકાસ કરવાનો રહ્યો હતો.કેમ્પોમાં બાળકોને યોગ બોર્ડ દ્વારા દરેક બાળકને યોગ અભ્યાસના સચિત્ર પુસ્તક, ચિત્રપોથી તેમજ સમર કેમ્પના લોગોવાળી ટોપી અપાશે તે ઉપરાંત દરરોજ સ્વાસ્થ્યવર્ધક પીણું સાથે સાથે રોજ અલગ અલગ દાતાઓ દ્વારા ભેટ અપાશે. 

Panchang

dd