કચ્છમિત્ર પ્રસ્તુત `સુરક્ષા સેતુ' શ્રેણી આપને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવાની ખાસ ટિપ્સ અને માર્ગદર્શન
આપવામાં આવે છે. આ અનોખી શ્રેણીનો હેતુ દરેક નાગરિકને આપદા સમયે સજ્જ અને સુરક્ષિત
બનાવવાનો છે. ધરતીકંપ જેવી કુદરતી આફત સમયે ગભરાવાને બદલે જો સમજદારીથી કામ લેવામાં
આવે, તો જીવ બચાવી શકાય છે. - ભૂકંપ પ્રતિરોધક મકાનોથી બચશે
માનવ-સંપત્તિ હાનિ : * ઘરની છત કે
દીવાલોમાં સરળતાથી દેખાય તેવી તિરાડો હોય તો તરત સમારકામ કરાવો. * ઈલેક્ટ્રિક વાયરિંગ, લીક થતા ગેસની સમસ્યાઓ ગંભીરતાથી દૂર કરાવો.
* વોટરહીટર, એલપીજી ગેસ સિલિન્ડર દીવાલને અડીને રાખવાથી
તેનાં કારણે નુકસાનથી બચી શકાશે. * ઘરમાં મોજૂદ જ્વલનશીલ (સળગી જાય તેવી) વસ્તુઓને સૌથી નીચી જગ્યાએ
રાખવી. * હોસ્પિટલો, તબીબોના ફોન-મોબાઈલ નંબર હંમેશાં સાથે રાખવા.
* રેડિયો,
ટોર્ચ, પ્રાથમિક સારવાર કરી શકાય તેવી દવા,
મલમ, પાટા સાથેની એક કિટ રાખો. * મનને શાંત-સ્વસ્થ રાખીને બીજા ભયભીત લોકોને
મદદ કરવા પ્રયાસ કરો. * ભારે વજનવાળી, નુકસાન, ઈજા પહોંચાડી
શકે તેવી વસ્તુઓ ઘરનાં તળિયે જ રાખવી જોઈએ.