• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

ભારાપર : છરી કાઢી ગાળો સાથે રીલ લાઇવ કરનારા બે સામે ફરિયાદ

ભુજ, તા. 22 : તાલુકાના ભારાપરમાં ગઇકાલે ઇન્સ્ટાગ્રામમાં બે શખ્સે છરી કાઢી અને ગાળાગાળી કરતી રીલ લાઇવ કરી ડારો-ડફારો કરનારા બે શખ્સ સામે ગુના દાખલ કરાયા છે. આ અંગે માનકૂવા પોલીસ મથકે હે.કો. વિનોદકુમાર ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયામાં ભારાપર બાજુ એક લાઇવ વીડિયો વાયરલ થયો હતો, જેમાં બે શખ્સ બાઇક પર હતા. ચલાવનારા સંદીપ નારણ મહેશ્વરી (રહે. ભારાપર) ભૂંડી ગાળો બોલતો હતો અને પાછળ બેઠેલો રોહિત મૂળજી મહેશ્વરી (રહે. ટપ્પર, તા. મુંદરા) છરી બતાવતો હતો. સંદીપને ઝડપી વીડિયો બાબતે પૂછતાછ કરતાં છરી તેના મિત્ર રોહિતની હતી. તેના ઉપર અગાઉ હત્યાનો ગુનો દાખલ થયો છે, જે બનાવ બાબતે અનિલ સોલંકી (રહે. ભારાપર) સાથે ઝઘડો થતાં તેને ડરાવવા અર્થે વીડિયો વાયરલ કર્યો હતો. પોલીસે બંને વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. 

Panchang

dd