• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

અમદાવાદ એરપોર્ટ પરથી યાત્રીના પેટમાંથી સોનું ઝડપાયું

અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી): ગુજરાતના અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક અત્યંત ચોંકાવનારો અને જીવલેણ કિસ્સો સામે આવ્યો છે. કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (અઈંઞ) એ સતર્કતા દાખવીને એક ભારતીય મુસાફરની ધરપકડ કરી છે, જેણે પોતાના શરીરમાં સોનાની કેપ્સ્યુલ્સ છુપાવીને સ્મગાલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.  આ ઘટના 19 ફેબ્રુઆરીના રોજ બની હતી. અબુ ધાબીથી એર અરેબિયાની ફ્લાઈટ નંબર 3111 દ્વારા અમદાવાદ ઉતરેલા શાહરુખ નામના મુસાફર પર કસ્ટમ્સ અધિકારીઓને શંકા ગઈ હતી. એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (અઙઈંજ) પ્રોફાઇલિંગ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ આ મુસાફરને અટકાવ્યો હતો. શરૂઆતમાં મુસાફરે અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તેણે સોનાની કેપ્સ્યુલ્સ ગળીને પેટમાં છુપાવી છે.  મુસાફરની કબૂલાત બાદ કસ્ટમ્સ વિભાગે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવ્યા બાદ મુસાફરને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં કરવામાં આવેલા એક્સ-રે રિપોર્ટમાં તેના પેટમાં શંકાસ્પદ વસ્તુઓ હોવાની પુષ્ટિ થઈ હતી. ડોક્ટરોની દેખરેખ હેઠળ મુસાફરના શરીરમાંથી કુદરતી પ્રક્રિયા દ્વારા કુલ 4 શંકાસ્પદ વસ્તુઓ બહાર કાઢવામાં આવી હતી.  

Panchang

dd