• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

સાડા તેર વર્ષ જૂના ભચાઉના દુષ્કર્મ કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

ભુજ, તા. 22 : વર્ષ 2012, ઓક્ટોબર માસમાં ભચાઉના દુષ્કર્મ કેસમાં આરોપી અને મદદગાર સહઆરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ફરિયાદીને લગ્નની લાલચ આપીને આરોપી રમેશ ખીમજી પ્રજાપતિ (રહે. સીતારામપુરા, ભચાઉ)એ તેઓના વાસમાં રહેતા મદદગાર સહઆરોપી હીરુબેન નટુ હરી લુહારના નવા બનતાં મકાનમાં લઇ જઇ મરજી વિરુદ્ધ બદકામ કર્યા બાદ આરોપી રમેશે  તેના મિત્રના ગામમાં લઇ જઇ ત્યાં પણ દુષ્કર્મ કરી ફરિયાદીને ગર્ભ રાખી દીધા બાદ આ અંગે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ફરિયાદ કરી હતી. આ કેસમાં ભચાઉની અધિક સેશન્સ કોર્ટે બંને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે. બચાવ પક્ષે વકીલ તરીકે  ગુલામશા એસ. શેખયાકુબહુસેન એસ. શેખ, નરેન્દ્રસિંહ એ. જાડેજા, રાહુલ એચ. રાઠોડ, મમતા કે. ગેડિયા, ઇમરાન કે. રાજા, સાવન જી. ગોસ્વામી, અક્ષય પી. પૂજારા હાજર રહ્યા હતા. - સુમરાસર (શેખ) જમીન અંગે મનાઇ હુકમ અરજી નામંજૂર : ભુજ તાલુકાના સુમરાસર (શેખ)ના રે.સ.નં. 420વાળી જમીન બાબતે વાદી જમીલાબેન અનવર સમેજાએ પ્રતિવાદી મામદ ઇભરામ સમેજા વિગેરે અન્ય એક વિરુદ્ધ જમીનમાં પોતાનો વારસાઇ વડીલોપાર્જિત હક્ક હિત છે, જે સંબંધેનો ડેકલેરેશન મેળવવાનો દાવો ભુજની સિવિલ કોર્ટમાં દાખલ કર્યો હતો અને દાવા સાથે વચ્ચગાળાનો મનાઇહુકમ મળવા પણ અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં મનાઇહુકમ મળવા પણ અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં મનાઇ હુકમ અરજી નામંજૂર કરતો હુકમ કોર્ટે ફરમાવ્યો છે. આ કેસમાં પ્રતિવાદીઓ તરફે ધારાશાત્રી  ગોપાલ કે. ગઢવી હાજર રહ્યા હતા. - ભુજના દંપતી દ્વારા છેતરપિંડીના ગુનામાં આરોપી બહેનના આગોતરા મંજૂર : ભુજના દંપતી દ્વારા કુલ્લે રૂા. 13.02 લાખની છેતરપિંડી તથા બેન્કની બનાવટી રસીદો બનાવી ઠગાઇ-વિશ્વાસઘાતના ગુનામાં આરોપી બહેન મોનાલી નરેશ ભાનુશાલીએ ભુજની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરતાં બંને પક્ષોની દલીલ સાંભળી કોર્ટે અરજી મંજૂર કરી હતી. આરોપી પક્ષે ધારાશાત્રી કે. પી. ગઢવી સાથે વી. આર. ભાનુશાલી, બી. જે. ભાનુશાલી, પી. ડી. ખુંગલા, એચ. પી. ગઢવી હાજર રહ્યા હતા. - મોટી રેલડીની જમીનની દીવાની અપીલ રદ : ભુજ તાલુકાના મોટી રેલડીના રે.સ.નં. 216/1વાળી ખેતીની જમીન અંગે રમેશ કાનજી વણકર દ્વારા ભુજના છઠ્ઠા અધિક સિનિયર સિવિલ જજની કોર્ટમાં દેવશી વેલજી હાલાઇ અને મહેન્દ્ર ડુંગરશી ઠક્કર વિરુદ્ધ એવો દાવો કર્યો કે, તેઓ પત્નીનાં નામની હયાતીમાં નોંધ પડાવા ગયા ત્યારે ધ્યાને આવ્યું કે, જમીનના ખોટા પાવરનામાનાં આધારે દસ્તાવેજ બની ગયા છે તે પાવર તેમણે મહેન્દ્રને આપ્યો નથી અને તે પાવરનામું રદ કરી નાખ્યું છે. દસ્તાવેજ રદ કરવા દાવો કર્યો હતો. જે દાવો 27/3/2024ના નામંજૂર થયો હતો. આથી વાદી રમેશે અપીલ કરી હતી, જે અપીલ આઠમા અધિક ડિસ્ટ્રીક્ટ જજે રદ કરી નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખ્યો છે. આ કેસમાં દેવશી હાલાઇના દાવા કામે તેમજ અપીલ કામે એડવોકેટ સચિન મહેન્દ્રભાઇ ગોર, અકુલ અશોકભાઇ અમૃતિયા અને મીનાબેન સોરઠિયા હાજર રહ્યા હતા. 

Panchang

dd