• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામના 10 કરોડની માંગણીના ચકચારી કેસમાં બે આરોપીની જામીન અરજી ના મંજુર

ગાંધીધામ,તા.22 :શહેરના ડેવલોપર પાસેથી 50 લાખ મેળવી વધુ 10 કરોડની  માંગણી કરવાના ચકચારી કેસમાં  ગાંધીધામની અદાલતે બે આરોપીઓની  જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસની વિગત અનુસાર ફરીયાદી મેહુલ રામજી નાકર (ગોર)એ  ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે  આરોપી જયચંદ રમણીકલાલ ઉર્ફે મંગલજી ઠકકર અને ત્રિકમ રમણીકલાલ ઉર્ફે મંગલજી ઠકકર,નરેન્દ્ર ઉર્ફે રમેશ રમણીકલાલ ઉર્ફે મંગલજી ઠકકર અને નવીન રમણીકલાલ ઉર્ફે મંગલજી ઠકકર વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.વરસામેડીની જમીન મામલે ખોટી અરજીઓ કરી વાંધા ઉઠાવાયા બાદ અરજી પાછા લેવા માટે ફરીયાદી પાસે નાણાં લેવાયા હોવાનુ આરોપ ફરીયાદમાં મુકાયો હતો. ગાંધીધામના નવમા એડિશ્નલ સેશન્સ જજ લલિત  દિલીપ વાધે પુરાવા અને  બંને પક્ષોની દલીલને સાંભળ્યા બાદ આરોપી જયચંદ અને ત્રિકમભાઈની જામીન અરજી નામંજુર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકિલ એચ.પી.ગઢવી તથા મૂળ ફરીયાદીના પક્ષે ધારાશાત્રી દિનેશ જોબનપુત્રા અને  એસ.ઓ.ચૌધરી રહયા હતા.  

Panchang

dd