ભુજ, તા. 22 : `મહાજનનું કામ જ્ઞાતિને એકતાંતણે
બાંધી રાખવાનું છે. જ્ઞાતિજનો પરસ્પર એકબીજા પ્રત્યે સદભાવ કેળવે, સંગઠિત થાય અને ખભેખભા મિલાવીને જ્ઞાતિના ઉત્કર્ષ
માટે કામ કરે તેવી ભાવના જગાડવાનું છે. જ્ઞાતિનાં નાનામાં નાના માણસ સુધી પહોંચે એ
મહાજન' એવો ભાવ ભુજ ભાટિયા મહાજનની મળેલી સામાન્ય સભામાં વ્યક્ત
કરાયો હતો. ચત્રભુજ ધમાણીના પ્રમુખપદે મળેલી મહાજનની સમાન્યસભામાં સંસ્થાના મંત્રી
કૃષ્ણકાંત ભાટિયાએ આવકાર આપ્યો હતો. શરૂઆતમાં મહાજન માટે જેમણે જીવનપર્યંત કામ કર્યું
છે તેવા સ્વ. સુભાષભાઈ રામૈયાને ભાવાંજલિ અપાઈ હતી. તેમના પુત્ર નિમિષભાઈ રામૈયાએ મહાજનની
ભાવનાને સ્વીકારી હતી. સમાન્યસભા સમક્ષ વાર્ષિક અહેવાલ, વાર્ષિક
હિસાબ રજૂ કરાયા હતા જેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. આગામી ત્રણ વર્ષ માટે સંસ્થાના
પ્રમુખ તરીકે સતત ચોથી ટર્મ માટે ચત્રભુજભાઈ ધમાણીની સર્વાનુમતે વરણી કરાઈ હતી. કારોબારી
સભ્યો પ્રતાપભાઈ આશર, કૃષ્ણકાંત ભાટિયા, ગોપાલભાઈ આશર, દક્ષેશભાઈ સંપટ, મહેશભાઈ ઉદેશી, મિલન વેદ, ડો.
સુધીર પાલેજા, રાખીબહેન આશર, પૂર્વીબહેન
સંપટ, હેમલ રામૈયા,
નીતિનભાઈ ભાટિયા, દિલીપભાઈ આશર અને શૈલેશભાઈ
વેદ રહ્યા હતા. પ્રતાપભાઇ આશરે વકતવ્ય આપ્યું
હતું. આ પ્રસંગે મહિલા મંડળના પ્રમુખ રાખીબહેન આશર, ઉપપ્રમુખ
પૂર્વીબહેન સંપટ, મંત્રી સોનલ વેદ, ખજાનચી
જિજ્ઞા રામૈયા, યુવક મંડળના પ્રમુખ નિખિલ ધમાણી મંચસ્થ રહ્યા
હતા.