• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

લોડાઇમાં હનુમાન ચાલીસાના પાઠ દ્વારા કચ્છમિત્રને શુભેચ્છા પાઠવાઇ

રાયધણપર (તા. ભુજ), તા. 24 : તાલુકામાં આહીરપટ્ટીમાં લોડાઇ ખાતે કચ્છના લોકપ્રિય અખબાર `કચ્છમિત્ર'ના સ્થાપના દિવસે કુમાર છાત્રાલયના સંચાલક હરિભાઇ ઝરૂના માર્ગદર્શન હેઠળ હનુમાન ચાલીસાના સમૂહ પાઠ યોજાયા હતા. લોડાઇમાં શ્રવણ કાવડિયા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં યોજાયેલા ઉજવણી કાર્યક્રમમાં કચ્છમિત્રને અવિરત આગળ વધવા શુભેચ્છા પાઠવાઇ હતી. ટ્રસ્ટના અધ્યક્ષ ભરતભાઇ હરિભાઇ ડાંગરે કચ્છમિત્રને વિશ્વસનીય અખબાર ગણાવ્યું હતું. માવજીભાઇ ડાંગર, નરેન્દ્રભાઇ કાનજીભાઇ ડાંગર, હિરેનભાઇ ઠક્કર, શિવુભા ભાટી, નરોત્તમગિરિ ગોસ્વામી, માવજીભાઇ નાથાણી, જીવણભાઇ ડાંગર, રાજેશભાઇ કેરાસિયા વિ. ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd