ભુજ, તા. 24 : મૂળ કચ્છના નખત્રાણાના વતની એવા કૃપા પ્રતાપ બ્રહ્મક્ષત્રિયે સાનફ્રાન્સિસ્કોમાં
સિનિયર મેનેજર અને ડેટા સાયન્સમાં એઆઇ નિષ્ણાત તરીકે સાયબર સિક્યુરિટી ક્ષેત્રમાં મહત્ત્વનાં યોગદાન
માટે રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરી વૈશ્વિક સન્માન મેળવ્યું છે. હાલમાં `માકિર્વસ હૂઝ હુ ઓફ અમેરિકા'ના માનિત યાદીધારક તરીકે પસંદ થયેલી કૃપાએ પ્રોફેશનલ્સના એક પસંદગીના વર્ગમાં સ્થાન મેળવ્યું
છે. જેમણે વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ નેતૃત્વ અને પ્રભાવ દાખવ્યો છે. આ પ્રશંસાએ તેમને
રાષ્ટ્રીય સ્તરે એક અનોખા વર્ગના વ્યાવસાયિકોમાં સ્થાન અપાવ્યું છે. આ પસંદગીનો પ્રસંગ
વૂમન ઇન સાયબર સિક્યુરિટી કોન્ફરન્સ-2025માં પ્રેઝન્ટર અને કીનોટ સ્પીકર તરીકે પસંદ થવાની મોટી સિદ્ધિ
પછી આવ્યો છે. ગત દાયકામાં એઆઇ ડેટા સાયન્સ અને સાયબર સિક્યુરિટીમાં તેમનો પ્રવાસ અવિરત
જિજ્ઞાસા, ઊંડા ઉદ્દેશ અને સમર્થન આપતી સહયોગીઓ તથા મેન્ટોરની
અવિચલ ભૂમિકા દ્વારા ઘડાયો છે.