• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

રાતાતળાવ સંકુલમાં દાતાઓનાં સન્માનમાં વૃક્ષારોપણ કરાયું

રાતાતળાવ, તા. 24 : અબડાસાના સેવાધામ રાતાતળાવ ખાતે સંત વાલરામજી મહારાજ પાંજરાપોળ સંકુલમાં કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા દાતાઓના સન્માનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થાએ નિર્માણ સમયથી જ વૃક્ષોનું ખૂબ જતન કર્યું છે. હાલ સેવાધામ રાતાતળાવ ખાતે બહોળી સંખ્યામાં વૃક્ષો છે જ પણ પાંજરાપોળ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષારોપણ થયું નહીં હોવાથી પ્રથમવાર પાંજરાપોળમાં જે દાતાઓનો સહયોગ મળે છે, તેવા સૌ દાતાઓનાં સન્માનમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેમાં અંદાજે 500 વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને તે પણ સંસ્થામાં શ્રમ કરતા ગોવાળિયા તથા સ્થાનિક સંચાલન સમિતિ દ્વારા સંસ્થાના મનજીભાઈ ભાનુશાલીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાતાતળાવ ખાતે પશુ હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂમાં છે. સાથે-સાથે ચોમાસાંની ઋતુમાં પશુધનને તકલીફ ન પડે તે માટે સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગૌસેવાના કાર્યમાં સહયોગ આપનારા સૌ દાતાઓના સન્માનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

Panchang

dd