• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

એસ. ટી. બસના બ્રેકડાઉન મુદ્દે ડ્રાઇવર સાથે ગાળાગાળી કરનારો ડેપો મેનેજર સસ્પેન્ડ

ભુજ, તા. 24 : નખત્રાણા ડેપોની નખત્રાણા-બોડેલી રૂટની બસ આણંદ ખાતે બ્રેકડાઉન થવા બાબતે ફરજ પરના ડ્રાઇવરે નખત્રાણા ડેપો મેનેજર સાથે ટેલીફોનિક વાત કરતા આ અધિકારીએ ગાળાગાળી કર્યા બાદ તેને સસ્પેન્ડ કરી રાપર મૂકી દેવાયા છે. ગઇકાલે નખત્રાણાથી બોડેલી જઇ રહેલી એસ.ટી. બસ મોડીરાત્રે બ્રેકડાઉન થતા ફરજ પરના ડ્રાઇવર મહિપતસિંહ દલપુજી ઠાકોરે પ્રથમ નખત્રાણાના સુપરવાઇઝરને ફોન કર્યો હતો તેમણે આ બાબતે ડેપો મેનેજર નરેશપુરી પ્રતાપપુરી ગોસ્વામીને જાણ કરવા કહ્યું હતું. ત્યારબાદ ડ્રાઇવરે આ અધિકારીનો સંપર્ક કરતાં તેઓ ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડી ફરજ મોકૂફ કરવાની ધમકી આપી હતી. આ બનાવ બાબતે ગુજરાત એસ.ટી. મજદૂર મહાસંઘ દ્વારા મધ્યસ્થ કચેરીએ જાણ કરાતાં ડેપો મેનેજર સામે સસ્પેન્શનનું પગલું ભરી હાલ તેમને રાપર બદલી દેવાયા છે અને તેમની સામે તપાસ હાથ ધરાઇ છે. 

Panchang

dd