• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

એક મહિનો શાંતિ બાદ ફરી યુદ્ધ ભડકયું

વોશિંગ્ટન, તા. 31 : અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહિનાની શાંતિ બાદ ફરી એકવાર ભયાનક યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકન સેનાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિત ઈરાનના લારક ટાપુ પર મોટો હુમલો કર્યો છે, જેના જવાબમાં ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર મિસાઈલો અને ડ્રોન વડે પલટવાર કર્યો છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ મુજબ, હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની સુરક્ષા જાળવી રાખવા માટે આ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જવાનો લારક ટાપુ પર એવા રોકેટ તૈયાર કરી રહ્યા હતા જે દરિયાઈ માઈન્સ (બારૂદી સુરંગો)ને હીટ કરી શકે. આ હુમલામાં અનેક સૈનિકો અને નાગરિકોનાં મોત થયાં છે તથા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અમેરિકન હુમલાના થોડા જ કલાકોમાં ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જોર્ડનમાં આવેલા અમેરિકા સંચાલિત `કિંગ હુસૈન એરબેઝ' અને `અલ-અઝરક એરબેઝ' પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કર્યા છે. ઈરાની મીડિયાનો દાવો છે કે, આ હુમલાથી અમેરિકન ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુદ્ધ વિમાનોના મથકોને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે અમેરિકાએ દાવો કર્યો છે કે, તેમની એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી. છેલ્લા છ મહિનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક એવો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આ યુદ્ધનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે. 29 જુલાઈ પછી અમેરિકાનો ઈરાન પર આ પહેલો સીધો સૈન્ય હુમલો છે. અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી મિડ ટર્મ ચૂંટણીઓ પહેલાં ઈરાન સાથે વધી રહેલાં યુદ્ધને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ પર રાજકીય દબાણ વધી રહ્યું છે. ડેમોક્રેટિક સેનેટરોનું કહેવું છે કે, છ મહિનાનો સમય વીતવા છતાં પણ યુદ્ધનું કોઈ ચોક્કસ ધ્યેય પ્રાપ્ત થયું નથી અને તેનાથી મિડલ ઈસ્ટમાં અમેરિકાની સ્થિતિ નબળી પડી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યુyં છે. લારક ટાપુ પર હુમલો કર્યા બાદ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાનના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઈલ નિકાસ કેન્દ્ર એવા `ખાર્ગ આઇલેન્ડ'ને પણ અમેરિકાએ નિશાન બનાવીને સંપૂર્ણપણે તબાહ કરી દીધું છે.

Panchang

dd