• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો

અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટ તરફથી ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. હાઈકોર્ટે વિદ્યાસહાયકોની ટેટ-1 ભરતી અંગે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેટલાક ગેરલાયક ઠેરવવામાં આવેલા ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી અરજીઓના કારણે આ ભરતી પ્રક્રિયા લાંબા સમયથી અટકેલી પડી હતી, પરંતુ મહિનાઓ બાદ હાઈકોર્ટના આ નિર્ણાયક પગલાથી ટેટ-1 ભરતીને ફરી મોટો વેગ મળ્યો છે. હાઈકોર્ટની લીલી ઝંડી મળતાં જ રાજ્યમાં 10 હજાર જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ નિર્ણયથી હજારો લાયક ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી છે. જોકે, આ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ યોગ્ય લાયકાત કે અન્ય નિયમોના કારણે 700થી વધુ ઉમેદવારોની જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ ટેટ પરીક્ષામાં ખોટા પ્રશ્નોને સંખ્યાબંધ ગેરલાયક ઉમેદવારો દ્વારા મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી શિક્ષણ ક્ષેત્રે નવી તકો ઊભી કરવા અને શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની અછત પૂરી કરવા માટે સરકારે આગામી સમયનું પણ આયોજન સ્પષ્ટ કર્યું છે. આ વર્તમાન ભરતી પ્રક્રિયા બાદ, ભવિષ્યમાં એટલે કે વર્ષ 2027માં વધુ 5 હજાર વિદ્યાસહાયકોની નવી ભરતી કરવાનું વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેથી ટેટ પાસ ઉમેદવારોને ભવિષ્યમાં પણ રોજગારીની ઉત્તમ તકો મળી રહેશે.

Panchang

dd