• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

એનટીએના ત્રણ તજજ્ઞેનીટ પેપર લીક કર્યાં

નવી દિલ્હી, તા. 7 : નીટ-યુજી 2026 પેપર લીકનો કારસો પરીક્ષાના ઘણા મહિના પહેલાં ઘડાયો હતો. એનટીએ તજજ્ઞોએ પેપર તૈયાર કરવા દરમ્યાન જ સવાલ યાદ કરી લીધા હતા. આમ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ)ના જ તજજ્ઞોએ નીટ-યુજી 2026ની પરીક્ષાનાં પેપર લીક કર્યાં હતાં. ચાર્જશીટમાં 13 આરોપીનાં નામ સામેલ કરાયાં છે. તમામનાં બેન્ક ખાતાં, લોકર ફ્રીઝ કરી દેવાયાં છે તેવો ખુલાસો સીબીઆઇ ટીમે કર્યો છે. પૂણે સ્થિત વનસ્પતિશાત્ર (બોટની)નાં તજજ્ઞ મનીષા ગુરુનાથ મંધારે, લાતુરના રસાયણ વિજ્ઞાન (કેમિસ્ટ્રી)ના તજજ્ઞ પ્રહલાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી અને પૂણેના ભૌતિક વિજ્ઞાન (ફિઝિક્સ)નાં તજજ્ઞ મનીષા સંજય હવલદારે નીટ-યુજી પરીક્ષાનાં પેપર લીક કર્યાં હોવાનો આરોપ સીબીઆઈ ચાર્જશીટમાં મુકાયો છે. સીબીઆઇ દ્વારા દિલ્હીથી રાઉઝ એવેન્યુ કોર્ટમાં દાખલ 94 પાનાંની ચાર્જશીટ (આરોપનામાં)માં આ દાવો કરાયો હતો. આરોપનામાં અનુસાર, તજજ્ઞો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની ઓફિસથી પરત ફરીને હોટેલમાં પહોંચ્યા પછી યાદ કરેલા સવાલો એક કાગળમાં લખી લેતા હતા. ત્યારબાદ તજજ્ઞો વચેટિયાઓ અને કોચિંગ નેટવર્ક મારફતે પેપર્સના સવાલો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા હતા. સીબીઆઇ ટીમે આ મામલામાં 13 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં એનટીએના ત્રણ એકસપર્ટસ (તજજ્ઞો) સામેલ છે. આરોપ છે કે, ત્રણેય તજજ્ઞોએ પેપર તૈયાર કરવા અને મોડરેશન દરમ્યાન પદનો દુરુપયોગ કરીને પેપર લીક કર્યાં હતાં. એ લીક થયેલાં પેપર પીડીએફ, વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય ડિજિટલ માધ્યમોથી પણ ફેલાવાયાં હતાં. સીબીઆઇનાં આરોપનામાં અનુસાર, નીટ પેપર લીક કોઇ અકે વ્યક્તિનું ષડયંત્ર નહોતું પરંતુ એનડીએ તજજ્ઞો, પ્રાઇવેટ કોચિંગ સંચાલકો, વચેટિયાઓ અને કેટલાક છાત્રોની મિલીભગતથી આવું નેટવર્ક તૈયાર કરાયું હતું. સીબીઆઈનાં આરોપનામાં અનુસાર, એનટીએનાં કાર્યાલયમાં આવતી-જતી વખતે તજજ્ઞોની તલાશી જ નહોતી લેવાતી. ચાર્જશીટમાં ડો. અભંગ પ્રભુ, તેજશ હર્ષદકુમાર શાહ, શિવરાજ મોટેગાંવકર તેમજ સિદ્ધિવિનાયક હોસ્પિટલના માલિક ડો. મનોજ ભગવાનરાવ શિરૂરેને પણ નીટ પેપર લીક ષડ્યંત્રમાં સંડોવાયેલા આરોપી બતાવાયા છે. સીબીઆઈના જણાવ્યાનુસાર, ગેરકાયદે કમાણી કરવા સાથે કેટલીક કોચિંગ સંસ્થાઓનાં પરિણામો ઊંચા બતાવવાના ઈરાદા સાથે નીટ પેપર લીક કૌભાંડ આચરાયું હતું.

Panchang

dd