હોર્મુઝમાં ઇરાની ગોળીબાર, 11માંથી 10 બચાવાયા,
એક ગુમ, ભારતે ટીકા કરતાં કહ્યું, હુમલા ખોટા
નવી દિલ્હી, તા. 12 : હોર્મુઝ સ્ટ્રેટમાં ઓમાનના કાંઠા નજીક ઇરાને
રવિવારે એક વેપારી જહાજ પર હુમલો કરતાં હડકંપ મચી ગયો હતો. જહાજમાં સવારે 11માંથી 10 ભારતીય નાગરિકને સુરક્ષિત બચાવી લેવાયા હતા, જ્યારે એક ભારતીય લાપતા છે.
ભારતે ઇરાની હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું
કે, મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસ સતત સ્થિતિ પર નજર રાખે છે. ભારતના
લાપતા નાગરિકની તલાશ કરવાનાં અભિયાનમાં સહયોગ બદલ ભારતીય વિદેશ મંત્રાલયે ઓમાનના અધિકારીઓનો
આભાર માન્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ક્ષેત્રમાં વેપારી જહાજો અને નાગરિક પાયાનાં માળખાંઓને નિશાન બનાવવાનું તરત
બંધ થવું જોઇએ. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સમુદ્રી વેપાર અને નૌકા પરિવહન કોઇ પણ જાતના
અવરોધ વિના શક્ય તેટલા જલ્દી બહાલ થવા જોઇએ તેવું ભારતે જણાવ્યું હતું. હોર્મુઝમાં
ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ (આઇઆરજીસી)એ ઓમાનના કાંઠા પાસે સાઇપ્રસના ધ્વજવાળા વેપારી
કન્ટેનર જહાજ જીએફએસ ગેલેક્સી પર ગોળીબાર કર્યો હતો. દરમ્યાન, એક અહેવાલ અનુસાર ઇરાને વેપારી જહાજ પર હુમલો કર્યો એ ભૂલ થઇ ગઇ તેવી કબૂલાત
કરી હતી તેવું જાણવા મળ્યું હતું.