નવી દિલ્હી, તા. 31 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના તેલ પર કડક વલણ અપનાવ્યો છે તે વચ્ચે ભારતની સરકારી
તેલ કંપનીઓએ ગયા સપ્તાહથી રુસ પાસેથી કાચું તેલ ખરીદવા પર રોક લગાવી દીધી છે તેવી વિગતો
સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી, તો બીજી
તરફ રશિયા પાસેથી મળનારી તેલની છૂટ પણ નીચલા સ્તરે પહોંચી ગઈ છે. એક મીડિયા હેવાલ મુજબ,
સરકારી કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિંદુસ્તાન
પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને મેંગ્લોર
રિફાઈનરી પેટ્રોકેમિકલ લિ.એ ગયા અઠવાડિયાથી રશિયા પાસેથી કાચા તેલની કોઈ નવી ખરીદી
કરી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતની સરકારી કંપનીઓ હવે
વિકલ્પ તરીકે આબુધાબીના મુરબાન ક્રૂડ અને પશ્ચિમી આફ્રિકાના તેલ તરફ વળી છે. બીજી તરફ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝ અને નયારા એનર્જી જેવી ખાનગી કંપનીઓની રુસની તેલ કંપનીઓમાં મોટી
ભાગીદારી નોંધાવે છે. નોંધનીય છે કે, ગત 14 જુલાઈએ ટ્રમ્પે ચેતવણી આપી
હતી કે, જો રશિયા યુક્રેન સાથે કોઈ મોટી શાંતિ સમજૂતી
નથી કરતું, તો રુસથી તેલ ખરીદવાવા દેશો પર 10 ટકા ટેરિફ લાદશે.