• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

નેત્રામાં જીવતો વીજ વાયર પડતાં ગાયનું મોત નીપજ્યું

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 19 :  નખત્રાણા તાલુકાના નેત્રા ગામે જંગલેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલી તળાવડીમાં પાણી પીવા ગયેલા ધણ પર વીજળીનો જીવતો તાર પડતાં એક ગાયનું મોત નીપજતાં પશુપાલકોમાં ચિંતા ફેલાઈ હતી. આ અંગે નેત્રાના જયપાલાસિંહ રાણુભા જાડેજાએ જણાવ્યું હતું કે, દિલીપાસિંહ આમરાસિંહ જાડેજાની ગાયો જંગલેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલી તળાવડીમાં પાણી પી રહી હતી તે દરમિયાન વીજલાઇનનો જીવંત તાર અચાનક તૂટી પડયો હતો. આ તાર ગાયના શિંગડામાં ફસાઈ જતાં વીજકરંટથી ગાયનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ગાયો ત્યાંથી ભાગી છૂટતાં બચી ગઈ હતી. પીજીવીસીએલને જાણ કરાતાં જવાબદાર કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરાઇ હોવાનું યાદીમાં જણાવાયું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd