• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

સામખિયાળીમાં કિશોરી પર દુષ્કર્મ અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 24 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં એક કિશોરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજારનારા શખ્સ સામે ગુનો દર્જ થયો હતો. આ શખ્સને પોલીસે પકડી પાડી જેલ હવાલે કર્યો હતો. સામખિયાળી ગામમાં ગત ફેબ્રુઆરી મહિનાથી 9/9 દરમ્યાન આ ચકચારી બનાવ બન્યો હતો. અહીં રહેનાર એક સગીરાને રામ દેવા કોળી નામના શખ્સે ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને છેલ્લા સાત મહિના દરમ્યાન તેની સાથે વારંવાર શરીર સંબંધ (દુષ્કર્મ) બાંધ્યો હતો. આ ચકચારી બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે દોડધામ આદરીને આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd