ગાંધીધામ, તા. 24 : અહીંના ગળપાદર નજીકથી એક મોપેડચાલકને
પકડી પાડી તેની પાસેથી રૂા. 18,360નો દારૂ પોલીસે
જપ્ત કર્યો હતો, પરંતુ આ શખ્સ ક્યાંથી દારૂ
લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે પોલીસ ઓકાવી શકી નહોતી. સ્થાનિક પોલીસ એરપોર્ટ રોડથી
ગળપાદર બાજુ રોડ ઉપર હતી. દરમ્યાન એક જ્યુપીટર ચાલક શંકાસ્પદ હાલતમાં આવતો જણાતાં તેને
રોકાવાયો હતો. નંબરપ્લેટ વગરના આ વાહનમાં પડેલા થેલાની તપાસ કરતાં દારૂ મળી આવ્યો હતો.
ગાંધીધામ સેક્ટર-3, મકાન નંબર
84માં રહેનાર રાજવીર સિંઘ યાદવ સિંઘ રાઠોડની
અટક કરી તેની પાસે એન્ટિ કયૂટીના 68 કવાર્ટરિયા કિંમત રૂા. 18,360નો દારૂ જપ્ત કરાયો હતો પરંતુ આ શખ્સ ક્યાંથી ? કોની પાસેથી દારૂ લાવ્યો હતો અને કોને આપવા
જઇ રહ્યો હતો તે કડક પોલીસ ઓકાવી શકી નહોતી. દારૂના મુખ્ય ભાગના બનાવોમાં પોલીસ ગમે
તે કારણોસર મુખ્ય આરોપીઓ સુધી પહોંચતી જ ન હોવાનું સપાટી પર આવ્યું હતું. ખરેખર મુખ્ય
આરોપીઓ ઝડપાય તો જ આ બદીને નાબૂદ કરી શકાય તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.