ગાંધીધામ, તા. 11 : ભચાઉના શિકારપુર ગામની સીમમાં
પોલીસે એક શખ્સને પકડી પાડી તેની પાસેથી રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરી હતી. શિકારપુર ગામની ઉગમણી સીમમાં ફરતા
ઈકબાલ આદમ જાખાઈ પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી અને
આ શખ્સને દેશી બંદૂક સાથે પકડી પાડયો હતો. પકડાયેલા આ શખ્સ પાસેથી 47 ઈંચની દેશી બંદૂક જપ્ત કરાઈ
હતી. આ બંદૂક તેના મિત્ર સદામ અયુબ જાખાઈની હોવાનું તથા તેણે તેની પાસેથી બંદૂક લીધી
હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ આ શખ્સ
પાક રક્ષણ કે અન્ય કામે ઉપયોગમાં લેતો હતો તે બહાર આવ્યું નથી.